Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ધોરાજીની કાયદો વ્યવસ્થાને બિરદાવતા એસપી બલરામ મીણા : પોલીસ લોકદરબાર યોજાયો

ધોરાજી તા.૧૧ : રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા ના અધ્યક્ષ સ્થાને ધોરાજી ખાતે પોલીસ લોક દરબાર યોજાયો હતો અને શહેરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનોની પોલીસ કઈ પ્રકારની કામગીરી કરવી જોઈએ અને પોલીસ બાબતે કોઈ પ્રકારની ફરિયાદ હોય તો હું આપની ફરિયાદ સાંભળવા આવ્યો છું આપને રાજકોટ આવવાની જરૂર નથી જેથી કરીને કોઈ સૂચન હોય તો આગેવાનોને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ જણાવ્યું હતું

આ બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા એ જણાવેલ કે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર જાડેજા એ થોડા દિવસ પહેલા જ વેપારીઓ ની મીટીંગ બોલાવી હતી અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે સમીક્ષા કરી હતી તેમજ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શૈલેષ વસાવા એ વેપારીઓને જણાવેલ કે સોની બજારમાં સોનું લેવા માટે કોઈ વ્યકિત ગ્રાહકો આવ્યા હોય તો તે ગ્રાહકોને પોલીસ બંદોબસ્ત અમે આપીશું જે બાબતે ધોરાજી પોલીસ ને અભિનંદન પાઠવ્યા હતા અને કાયદો અને વ્યવસ્થા બાબતે પણ પોલીસ ની સારી કામગીરી છે. અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણીઓ કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે ધોરાજીમાં પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા એ જયારે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધીમાં કાયદો અને વ્યવસ્થા અને દારૂ-જુગારની બદી ઓ દૂર થઈ છે અને તહેવારો સમયે કાયદો અને વ્યવસ્થાની સારી રીતે જળવાઈ રહે તે બાબતે પોલીસની સારી કામગીરી છે તે બાબતે રાજકોટ જિલ્લા પોલીસવડાને અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ જણાવેલ કે ધોરાજી માં સીસીટીવી કેમેરા નાખવાના બાકી છે જે બાબતે અડધું કામ થઈ ગયું છે હવે આપ સૌના સહકારથી ધોરાજીમાં વહેલી તકે સીસીટીવી કેમેરાથી સજ્જ થાય તે બાબતે અગ્રતા આપવા બાબતે આપના સૌના સહકારની જરૂર છે જેતપુર ની અંદર સીસીટીવી કેમેરા અંદાજે ૨૫ લાખ રૂપિયાના ખર્ચે નાંખવામાં આવ્યા તો પ્રથમ વખત જ ૪૦ લાખના લૂંટ કેસનો ભેદ ઉકેલાયો છે જે કારણે સીસીટીવી કેમેરા અને પોલીસને મોટો ફાયદો થયો છે એવી જ રીતે જો ધોરાજીમાં વહેલી તકે સીસીટીવી કેમેરા નાખવામાં આવે તો ધોરાજીમાં પણ કાયદો અને વ્યવસ્થા બાબતે મોટી સફળતા મળશે

આ બાબતે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા તેમજ પૂર્વ પ્રમુખ હરસુખ ભાઈ ટોપિયા એ જણાવેલ કે અગાઉના પોલીસ ઇન્સ્પેકટર સીસીટીવી કેમેરા બાબતે જે ફંડ ઉભુ કરાયું છે તે અમને જોયા છે અમને આપવામાં આવે તો બાકી રહેતા વેપારીઓ આગેવાનો અને સામાજિક સંસ્થાઓ પાસેથી ડોનેશન લઈ શકીએ તો વહેલી તકે લોકભાગીદારીથી ધોરાજીમાં સીસીટીવી કેમેરા નાખી શકીએ.જે બાબતે જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક પોલીસે યાદી આપવાનું જણાવ્યું હતું

પોલીસ લોક દરબારમાં ધોરાજીના પોલીસ ઈન્સપેકટર હુકુમતસિંહ જાડેજા પી.એસ.આઇ શૈલેષ વસાવા વિવેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધોરાજી વેપારી મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપના પ્રમુખ વિનુભાઇ માથુકિયા પૂર્વ પ્રમુખ હરસુખભાઇ ટોપિયા લદ્યુમતી મોરચાના પ્રદેશ અગ્રણી હમીદભાઈ ગોડીલ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઇ હોત વાણી મંત્રી ભરતભાઈ બગડા બોદુભાઈ ચૌહાણ સલીમભાઈ શેખ કૌશલ બુદ્ઘ સોલંકી કાસમભાઈ કુરેશી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)