Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ઉનામાં જુગાર રમતા પ શખ્સો ૧ર હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના, તા.૧૧: માર્કેટીંગ યાર્ડ પાસે પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ૧ર૮પ૦ રોકડા સાથે પકડી પાડયા હતાં.

પોલીસ ઇન્સ્પેકટર રમેશભાઇ એન. રાજયગુરૂની સુચનાથી હેડ કોન્સ્ટેબલ પી.પી. બાંભણીયા, નીલેશભાઇ છગનભાઇ, જગદીશ કરશનભાઇ, ભીખુશા બચુશા, સંદીપ વલ્લભભાઇ બાતમીના આધારે એસ.ટી. બસ સ્ટેશન સામે માર્કેટીંગ યાર્ડ પાસે જાહેરમાં જુગાર રમતા નાસીર ઇબ્રાહીમ મન્સુરી, હુશેન પીરભાઇ કુરેશી, જાવીદ ઉર્ફે જમાલ મહમદ, નજીરસા  ચાંદશા ફારૂક, ઉસ્માન ઇબ્રાહીમ પઠાણ રે. ઉના વાળાને ગંજીપતાથી તીનપતિનો જુગાર રમતા રોકડા રૂપિયા ૧ર૮પ૦ સાથે પકડી પાડી પોલીસ સ્ટેશને આવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી

(11:33 am IST)