Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વેરાવળ કોડીનાર રોડ પર પ્રાચી નજીક હિટ એન્ડ રન : પુત્રીની નજર સામે જ પિતાનું મોત: ટ્રક ડ્રાઈવર ફરાર

બાઈકની પીયૂસી કઢાવવા પિતા પુત્રી કોડીનારના ફાફની ગામેથી વેરાવળ જતા હતા

 

વેરાવળ કોડીનાર રોડ પર પ્રાચી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટ્રક ચાલકે બાઈક સવાર પિતા પુત્રીને હડફેટે લીધા હતા. જેમાં દીકરીની નજર સામે પિતાનું મોત નિપજ્યું હતુંઅકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો

  અંગે વધુમાં મળતી વિગત મુજબ  બાઈકની પીયૂસી કઢાવવા પિતા પુત્રી કોડીનારના ફાફની ગામેથી વેરાવળ તરફ જતા હતા તે સમયે ગમખ્વાર ઘટના બની હતી.

(11:34 pm IST)