Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પોરબંદરના લોકોનું આરોગ્ય ભગવાન ભરોસેઃ ઉભરાતી ભૂગર્ભ ગટરોઃ ઠેર ઠેર ગંદકી

પોરબંદર તા.૧૧: શહેરના લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે રહ્યું છે પાલિકા દ્વારા શહેરમાં પુરતી સફાઇના અભાવે ઠેર ઠેર કચરો અને ગંદકી જામી છે.

શહેરમાં વારંવાર ભુગર્ભ ગટરની કુંડી છલકાયા કરે છે ગંદુ પાણી રોડ ઉરપ રેલાય અને દુર્ગધ ફેલાય છે રોગચાળો માથું ઉંચકી રહેલ છે.

શહેરમાં ડેન્ગ્યુ અસરના કેસ સાથે ટાઇફોઇડ અને કમળાના કેસ પણ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં શરૂ થયેલ છે પાલિકા સફાઇ માટે ઓનલાઇન ફરિયાદ વ્યવસ્થા છે પરંતુ ફરિયાદોનો સમયસર નિકાળ થતો નથી.શહેરમાં મચ્છરોનો ત્રાસ વધ્યો છે પરંતુ પાલિકા દ્વારા ફોગીંગ મશીનનો ઉપયોગ થતો નથી રખડતા ઢોર વધ્યા છે વારંવાર લોકોને ઢીંકે ચઢાવે છે.પાલિકામાં હેલ્થ ઓફિસરથી જગ્યા ખાલી છે વર્ષોથી ઇનચાર્જથી વહીવટ ચાલે છે. પાલિકા સતાવાળાઓ શહેરની નિયમિત સફાઇ માટે ધ્યાન આવે તેવી લોક માગણી ઉઠી છે.

(11:47 am IST)