Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પાલીતાણામાં ઘાસ ભરેલ ટ્રકમાંથી ૧૪ લાખના ઇંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

હરિયાણાથી લઇ આવીને જેસરના કદમગીરી ગામે ગૌશાળામાં લઇ જવાનો હતોઃ ભારે ચકચાર

ભાવનગર,તા.૧૧:ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ તથા પાલીતાણા ડિવિઝન ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી  એ.એમ સૈયદની સુચના આધારે પ્રોહી - જુગાર શોધવા માટે પાલિતાણા ટાઉન ઇન્ચાર્જ પી.આઈ.( ઇન્ચાર્જ સી.પી.આઇ પાલીતાણા). રાજેન્દ્રસિંહ પી. ચુડાસમા તથા રાઇટર વલકુભાઈ બરાડ (આહીર) તથા ધનંજય સિંહ ગોહિલ તથા ડી.સ્ટાફે ભરતભાઈ ચૌહાણ શૈલેષભાઈ રાઠોડ માધુભા ઝાલા યુવરાજસિંહ જાડેજા જયદાનભાઈ ગઢવી વિજયસિંહ ગોહિલ અજીતભાઈ વિગેરે અલગ અલગ ટીમ પાડી પેટ્રોલિંગમાં હતા દરમિયાન પાલીતાણા ફાટકથી ૅમોખડકા ગામ વચ્ચે રોડ ઉપર એક ટ્રક સુકાઘાસની તંગીઓ ભરેલો શંકાસ્પદ હાલતમાં ઈન્ચાર્જ પી.આઈ.રાજેન્દ્રસિંહ ચુડાસમાને ધ્યાને પડતા જેને રોકી તપાસ કરતા HR - 61 -D- 1351 અશોકલેલન કંપનીનો  ડ્રાઇવર તથા તેની સાથેનો એક ઈસમ ને પૂછપરછ કરતા વધારે શંકા જતા આ ટ્રકને તથા આ બંને ઇસમોને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન લઈ જઈ ભરેલ સૂકા દ્યાસની તંગી ઓ નીચે ઉતારી ટ્રકની અંદર જોતા અંદરથી પાર્ટી સ્પેશિયલ whisky સાડા સાતસો એમ.એલ. વાળી બોટલો ભરેલ પેટીઓ નંગ ૨૫૦ (બોટલ નંગ ૩૦૦૦ )તથા મેકડોવેલ્સ નંબર વન વિસ્કી સાડા સાતસો એમ.એલ.ની બોટલો ભરેલ પેટીઓ નંગ ૩૫ (બોટલ નંગ ૪૨૦)એમ કુલ ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ ૨૮૫ બોટલ નંગ (૩૪૨૦)કુલ કિંમત રૂપિયા ૧૩૬૮૦૦૦/- હજારનો ઇંગ્લિશ દારૂ મળી આવતા ટ્રક કિંમત રૂપિયા ૧૫૦૦૦૦૦/- તથા મોબાઈલ નંબર ૩ કિંમત રૂપિયા ૬૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૨૮૭૪૦૦૦/-(અઠ્યાવીસ લાખ ચુમ્મોતેર હજાર)નો મુદ્દામાલ પકડી પ્રોહી નો એક મોટો કોલેટી કેસ શોધી કાઢેલ છે . આ પકડાયેલ ડ્રાઇવર  પ્રવીણ જયસિંહ રાજપુત ઉ.વ.૩૮ રહે રામપુર તાલુકો ગુડગાવ જીલ્લો બનૌલા હરિયાણા તથા દિપક રામસિંહ દલીત ઉ.વ. ૨૬ રહે ખરક કલાન તાલુકો ભીવાની હરિયાણા રાજય વાળાઓને પૂછપરછ કરતા સદર દારૂ હરિયાણાના તીગડાના ગામથી ભરી જેસરના કદમગીરી ગામે એક ગૌશાળા મા લઈ જવાનો હતો આ દારૂ કોને મોકલ્યો અને કોને પહોંચતો કરવાનો હતો તેની વિશેષ તપાસ હાથ ધરેલ છે

આ કામગીરીમાં પાલિતાણા ટાઉન ઇન્ચાર્જ પી.આઇ રાજેન્દ્રસિંહ ચુડાસમાની સાથે રાઇટર વલકુભાઈ બરાડ ધનંજય સિંહ ગોહિલ જયદાનભાઈ ગઢવી શૈલેષભાઈ રાઠોડ યુવરાજસિંહ જાડેજા ભરતભાઈ ચૌહાણ માધુભા ઝાલા વિજયસિંહ ગોહિલ તથા અજીતભાઈ તથા નાગજીભાઈ પરમાર વિગેરે જોડાયેલા હતા.

(11:47 am IST)