Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રામોદમાં પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારનાર સસરો અને મદદગારી કરનાર પરિવારજનો જેલ હવાલે

કોટડા સાંગાણી, તા. ૧૧ :  તાલુકાના રામોદ ગામે પુત્રવધુ પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં પકડાયેલ નિવૃત્ત શિક્ષક સસરા અને મદદગારી કરનાર પરિવારજનોને કોર્ટ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

કોટડાસાંગાણીના રામોદમા પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવી હતી. જેમા નોંધાયેલ પોલીસ ફરીયાદ મુજબ રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ તેમના સસરા અને પતિ તેમજ તેમની બે જેઠાણી વિરુદ્ઘ ગુનો નોંધાવેલ જેમાં ડોઢેક વર્ષથી ગોંડલમા ગુંદાળા ફાટક પાસે રહેતા સસરા માવજી લક્ષ્મણ રાઠોડ રામોદ રહેતો ત્યારે અને ગોંડલથી રામોદ આવતો ત્યારે ભોગ બનનાર પર ખરાબ નજર કરતો હોઈ જે અંગેની વાત તેમના પતિને કરી હતી. પરંતુ પતિને જેઠાણી મંજુલા સાથે આડા સબંધ હોઈ તેના કારણે પતિ ઘરમાં ધ્યાન આપતો નહિ ઉલ્ટાનો જણાવતો કે તારે પુત્રીજ છે પુત્ર પણ હોવો જરૂરી છે. હું પુત્ર કરું કે પપ્પા સુ ફેર પડે દીકરો હોવો જ જોઈએ તેમ કહેતો હતો અને સસરો માવજી કોઈ દ્યરે ન હોઈ ત્યારે આવીને પુત્રવધુ પર અવાર નવાર બળાત્કાર ગુજારતો હતો. ત્યારે  કુટુંબી જેઠાણી મંજુલા રાઠોડ દ્યરની બહાર ધ્યાન રાખતા અને તાબે ન થતા અન્ય જેઠાણી નીતા રાઠોડ પકડી રાખતી અને સસરા બળાત્કાર ગુજારતા હતા. આ વાત કોઈ ને કહી તો તેમને અને તેની પુત્રીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

બનાવ અંગે ગોંડલમાં ગુંદાળા રોડ પર રાજ મોબાઈલ નામે દુકાન ધરાવતા મહિલાના પતિ હર્ષવર્ધન રાઠોડ અને ૬૨ વર્ષીય પુર્વ શીક્ષક સસરા માવજી રાઠોડ તેમજ જેઠાણી નીતા અને મંજુલા સામે ફરીયાદ થતા કોટડાસાંગણી પોલીસે ઉકત ચારેયની ધરપકડ કરી હતી. ચારેયને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

(11:46 am IST)