Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જામકંડોરણામાં બાળાઓને લ્હાણી વિતરણ

જામકંડોરણામાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. પ્રાચીન અર્વાચીન રાસની ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. શહેરની તમામ ગરબીઓમાં કેબીનેટ રાજય મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે બાળાઓને લ્હાણી વિતરણ કરાયુ હતુ. આ તકે રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, માર્કેટયાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે પણ લ્હાણી વિતરણ કરાયુ હતુ. તે પ્રસંગની તસ્વીર.

(11:43 am IST)