Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

માત્ર અભ્યાસ જ નહિં, દર્શનની અભિલાષા પણ બળવતરઃ નવી પેઢી માટે પ્રેરક કિસ્સો

પ માં ધોરણનો વિદ્યાર્થી પંજાબથી સોમનાથ પુસ્તકો સાથે આવ્યો છે : ટ્રેન-અતિથિગૃહ વિ. સ્થળે અભ્યાસનું વાંચન ચાલુ રાખે છે

પ્રભાસ પાટણ તા. ૧૧ :.. વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી વેકેશન પૂર્વે પ્રવાસીઓનું ધીરે ધીરે આગમન થયું છે જેમાં આજની પ્રેરક નોંધપાત્ર વાત એ રહી કે, પઠાણકોટ પંજાબમાં નોકરી કરતા પ્રમોદકુમાર સિંગ અને તેમના ધર્મપત્ની ઇન્દુબેન સિંગ અત્રે આવેલ છે. તેમની સાથે તેમનો દસ વરસનો પુત્ર રૂદ્ર ભાસ્કર સિંગ પણ આવેલ છે.

રૂદ્ર પઠાણકોટની કે. વી. સ્કુલમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા ૧૮ ઓકટોબરે છે જેથી તે આ પ્રવાસમાં સાથે સાથે અભ્યાસ અને પરીક્ષાને લગતા પુસ્તકો અંગ્રેજી, મેથ્સ, હિન્દી સહિતના અભ્યાસક્રમ પુસ્તકો પ્રવાસમાં સાથે રાખ્યા છે અને પ્રવાસના અતિથી ગૃહોમાં ટ્રેનમાં અને સ્થળો ફર્યા બાદ અનુકુળતાએ અભ્યાસનું વાંચન ચાલુ રાખે છે અને તેના માતા-પિતા પણ તેને માર્ગદર્શન આપતા રહે છે, આમ પ્રવાસ અટલે માત્ર પ્રવાસ જ નહીં પરંતુ જેનાથી ભવિષ્ય ઉજ્જવળ બનવાનું છે તેવા ભણતરનું વાંચન પણ સાથો - સાથ ચાલુ રાખી પ્રેરણાનો સંદેશો આપે છે.

(11:39 am IST)