Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વિરમગામમાં પર પ્રાંતીય શખ્સની હત્યા કરાયેલી લાશ મળી

હાથ બાંધેલી હાલતમાં જ લાશને અલીગઢ પાસે બાવળીયાની ઝાડીમાં ફેંકી દીધી

વઢવાણ,તા.૧૧:વિરમગામ શહેરના ભોજવા રોડ ઉપર અલીગઢ થી આગળ બાવળની ઝાડીમાં લાશ પડી હોવાની માહિતી  મળતા વિરમગામ ટાઉન પોલીસ, આરપીએફ, જીઆરપી સહિતના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બાવળિયાનો ની ઝાડી માં પડેલી લાશ જોઈ હતી લાશ જે જગ્યાએ પડી હતી તે બાબતે ટાઉન પોલીસ આરપીએફ અને જીઆરપી કોની હદમાં બનાવ બન્યો છે તે નક્કી કરી શકી ન હતી

હાલમાં વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ઝીરો નંબરથી ફરિયાદ નોંધી ફરિયાદી અબ્દુલ રજાક આયનુલહક શેરશાહ બાદી(મુસ્લિમ) હાલ રહેવાસી વિરમગામ અલીગઢ દરગાહ ની સામે ઇકાભાઈ ના મકાન માં મૂળ રહેવાસી રાધાનગર,ચીકની પોસ્ટ,રાજાપુર, માલદા, વેસ્ટ બંગાળ ના જણાવ્યા અનુસાર ૭ ઓકટોબરથી ૯ ઓકટોબર દરમિયાન કોઈપણ સમયે વિરમગામના અલીગઢ વિસ્તાર ની સામે જૂની રેલવે લાઈનની ટ્રેક ઉપર બાવળની ઝાડીમાં તેના કૌટુંબિક સાળા નૂરજમાલ નૂતફાર રાહમન આશરે ત્રીસ વર્ષ મૂળ રહેવાસી ગામ કુતુપુર,રાજાપુર, માલદા, વેસ્ટ બંગાલને આ કામ સરદાર આરોપી રાજકુમાર નરેશકુમાર,સુમન રફીક,સકીલ અનિસુર રાહમાન,

સૈરૂલ ઇસલામ અબ્દુલ બારીક તમામ નું સરનામું જાણવા મળેલ નથી જેઓએ કોઈપણ કારણસર મરણ જનાર ના બંને હાથ બાંધી મોત નિપજાવી જૂની રેલવે ટ્રેકની બાવળની ઝાડીમાં કલાસ નાખી ગુનો કરી ફરાર થઇ ગયેલ છે જે મુજબ નો ગુનો વિરમગામ ટાઉન પોલીસ માં નોધાવેલ છે

વિરમગામ ટાઉન પોલીસ દ્વારા લાશને અમદાવાદ સિવિલ ખાતે પીએમ માટે મોકલવામાં આવેલ છે.લાશ પાછળની તરફ હાથ બાંધેલી હાલતમાં અને શરીર ઉપર માત્ર પેન્ટ પહેરેલ હાલતમાં મળતા મોત કઇ રીતે નિપજાવ્યું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે એમ સૂત્રો જણાવી રહ્યા છે.

(11:33 am IST)