Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કોટડાસાંગાણીના રામોદમાં વ્રજરાજ ફાર્મમાં સુભાષ વાલેકર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના જાત અનુભવો આધારીત સંવાદ શિબિર

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, પરસોતમભાઇ રૂપાલા, આર.સી.ફળદુ, ડો.એ.આર.પાઠક, પ્રફુલભાઇ સેંજલીયા ઉપસ્થિત રહેશે : ખેડૂતોને ૩ નવેમ્બરે લાભ લેવા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરતના પ્રમુખ મથુરભાઇ સવાણી, વ્રજરાજ ફાર્મ વાળા ઉપેન્દ્રભાઇ નાથાણીનું આમંત્રણ

રાજકોટ તા.૧૧ : ગૌમાતા આધારીત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન વધે છે અને વિલાયતી ખાતર દવાઓની જરૂરીયાત ન હોવાથી ખર્ચ ઘટે છે તેથી શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતીથી ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતીમાં  નવી ક્રાંતીનો પ્રારંભ કરી ચૂકયા છે.

જેથી શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના જાત અનુભવો રજૂ કરવા માટે તા.૩-૧૧-૨૦૧૯ને રવિવારે સવારે ૯ થી સાંજના પ સુધી કોટડા સાંગાણીના રામોદમાં આટકોટ ગોંડલ રોડ ઉપર આગેલા શ્રી ઉપેન્દ્રભાઇ નાથાણીના ફાર્મ હાઉસ ખાતે વ્રજરાજ ફાર્મ ખાતે સંવાદ શિબિરનું આયોજન સૌરાષ્ટ્ર જલારામ ટ્રસ્ટ સુરતના સૌજન્યથી કરવામાં આવ્યુ છે.

આપણા રાજયમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતીમાં નવી ક્રાંતીનો પ્રારંભ કરી ચૂકયા છે.આવા જાગૃત ખેડૂતો દ્વારા શિબિરમાં આવનારા અન્ય ખેડૂતોને સમજાય તેવી સરળ ભાષામાં પ્રાકૃતિક ખેતીમાં થયેલ વિવિધ પાકો ઉપરના પોતાના જાત અનુભવો રજૂ કરાશે તેમ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સુરતના મથુરભાઇ સવાણીએ જણાવ્યુ છે.

સંવાદ શિબિરના અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કાર્યક્રમના ઉદઘાટક ભારત સરકારના કેન્દ્રીય જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ભારત સરકારના કૃષિ રાજયકક્ષાના મંત્રી પરસોતમભાઇ રૂપાલા, ગુજરાત રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુ, અતિથિ વિશેષ તરીકે જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતી ડો.એ.આર.પાઠક ખેડૂત આગેવાન પ્રફુલભાઇ સેંજલીયા ઉપસ્થિત રહેશે.

કોટડાસાંગાણીના રામોદ ખાતે વ્રજરામ ફાર્મમાં આયોજીત શિબિર અંગે વ્રજરાજ ફાર્મવાળા ઉપેન્દ્રભાઇ નાથાણીની આગેવાનીમૌ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સંવાદ શિબિરમાં તા.૩-૧૧ને રવિવારે સવારે ૮-૪૫ વાગ્યે રજીસ્ટ્રેશન ૮-પપ વાગ્યે ચા નાસ્તો સવારે ૯-૩૦ વાગ્યે શિબિરનો પ્રારંભ સવારે ૯-૩૫ વાગ્યે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો વિવિધ પાક ઉપર પોતાના જાત અનુભવો રજૂ કરશે. સવારે ૧૦-૩૫ વાગ્યે મહાનુભાવો દ્વારા માર્ગદર્શન ૧૧-૩૫ કલાકે જીવામૃતમ તેમજ રોગ નિયંત્રણ દવાઓ બનાવવાની પ્રક્રિયા રજૂ કરવામાં આવશે. બપોરે ૧૨-૩૫ વાગ્યે સ્થળ ઉપર આવેલ પ્રાકૃતિક ફાર્મમાં ઉભા પાકોનુ નિરીક્ષણ કરાશે. બપોરે ૧-૩૫ વાગ્યે ભોજન સાથે પ્રથમ સેશન પુર્ણ થશે.

જયારે બીજા સેશનમાં બપોરે ર-૪૦ વાગ્યે મહાનુભાવો દ્વારા માર્ગદર્શન સાંજે ૪-૧૦ વાગ્યે દર્શનીય ફાર્મ નિર્માણ કરનારા ખેડૂતો તેમજ કર્મઠ કાર્યકર મિત્રોનું સન્માન કરાશે અને સાંજે પ વાગ્યે શિબિર વિરામ લેશે.

આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો જોડાઇ અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવે એવા ઉદેશ સાથે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ શિબિરના સ્થળ વ્રજરાજ ફાર્મની વિશેષતા એ છે કે તે ૪૦ વિઘાનું ફાર્મ છે અને તેમાં પ વર્ષના પ્રાકૃતિક ખેતી દ્વારા સારૂ એવુ ઉત્પાદન મેળવી રહ્યા છે.

આ વ્રજરાજ ફાર્મની રૂબરૂ મુલાકાત લઇને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના જાત અનુભવો વિષયક સંવાદ શિબિરનો લાભ લેવા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરતના પ્રમુખ મથુરભાઇ સવાણી તથા કોટડાસાંગાણીના રામોદમાં આટકોટ ગોંડલ રોડ પર આવેલ વ્રજરાજ ફાર્મના ઉપેન્દ્રભાઇ નાથાણીએ ખેડૂતોને આમંત્રણ પાઠવ્યું છે.

સંવાદ શિબિર માટે સંપર્ક સુત્ર : રજીસ્ટ્રેશન

સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરત મો. ૬૩૫૩૩ ૧૭૭૬૨ અથવા ૦૨૬૧ - ૨૫૩૨૧૫૩ ઉપર અથવા વ્રજરાજ ફાર્મ રામોદ તા. કોટડાસાંગાણી ખાતે ઉપેન્દ્રભાઇ નાથાણી મો. ૯૯૦૯૨ ૮૨૧૭૦) ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના જાત અનુભવો સંવાદ શિબિર જેમાં દરેક ગામના જાગૃત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવે તેવા આશય સાથે સંવાદ શિબિરનું આયોજન કરાયુ છે. રજીસ્ટ્રેશન કરાવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન લીંક https://bit.ly/2lGWCiF પર રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.

સંવાદ શિબિરમાં પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવંતુ કરનારા ખેડૂતોનું સન્માન કરાશે

રાજકોટ તા.૧૧ : કોટડાસાંગાણીના રામોદમાં ઉપેન્દ્રભાઇ નાથાણીના વ્રજરાજ ફાર્મમાં યોજાનાર સંવાદ શિબિરમાં પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવંતુ કરનારાનું સન્માન કરાશે.

જેમાં પ્રફુલભાઇ સેંજલીયા મો. ૯૪૨૬૪ ૫૭૩૨૪, હરેશભાઇ ગાજીપરા મો. ૯૪૨૬૮ ૫૭૯૯૬, રોહીતભાઇ ગોઢી ૯૨૨૭૭ ૭૨૨૪૬, વાલજીભાઇ કાત્રોડીયા મો. ૯૮૭૯૬ ૫૬૮૯૬, અજીતસિંહ ગોહિલ મો. ૯૬૬૪૬ ૮૭૨૮૬, ચંદુભાઇ સુરાણી મો. ૯૮૨૦૦ ૬૬૦૪૦, પંકજભાઇ મુખી મો. ૯૦૧૬૩ ૪૨૯૭૨, કનુભાઇ ભટ્ટ મો. ૯૪૨૮૦ ૫૧૩૯૪, ભરતભાઇ નારોલા મો. ૯૯૭૮૯ ૨૦૬૪૯, હરીભાઇ જસાણી મો. ૯૪૨૬૯ ૭૮૧૨૮, પ્રવિણભાઇ આસોદરીયા મો. ૯૭૨૫૨ ૨૮૭૭૪, ડો.રમેશભાઇ સાવલીયા મો. ૯૪૨૭૫ ૦૨૦૨૩, ગોવિંદભાઇ ટીંબડીયા મો. ૯૪૨૬૨ ૮૭૦૪૦, અમીતભાઇ આંબલીયા મો. ૯૪૨૭૨ ૦૫૩૨૫, અચ્યુતભાઇ પટેલ મો. ૯૯૨૫૨ ૩૪૭૫૭, દિક્ષીતભાઇ પટેલ મો. ૯૪૨૬૫ ૧૩૬૪૨, તુષારભાઇ પીઠીયા મો. ૯૮૯૮૧ ૪૨૧૧૩, મનસુખભાઇ કયાડા મો. ૭૫૬૭૪ ૨૪૪૪૮, દેવજીભાઇ ઠુંમર મો. ૯૯૭૮૭ ૮૦૭૨૨, વનરાજસિંહ ચૌહાણ મો. ૯૫૮૬૩ ૩૯૨૬૬, જયદિપસિંહ યાદવ મો. ૯૯૨૫૨ ૩૧૭૯૯, ઉપેન્દ્રભાઇ પટેલ મો. ૯૯૦૯૪ ૩૧૭૨૫, ઉપેન્દ્રભાઇ પટેલ મો. ૯૯૦૯૨ ૮૨૧૭૦, ડો.સી.કે.ટીંબડીયા મો. ૯૮૨૫૩ ૮૬૪૩૫, ગોપાલભાઇ લીંબાણી મો. ૮૯૮૦૧ ૪૨૨૬૬, હિરેનભાઇ દેસાઇ મો. ૯૪૨૯૧ ૪૨૯૧૦, સંદિપભાઇ દેસાઇ મો. ૯૮૨૫૪ ૮૮૩૬૬, દાસકાકા (ઉ.ગુ) મો. ૯૯૯૮૯ ૯૭૭૫૬, જયેશભાઇ પોલારપર મો. ૯૭૨૨૩ ૫૮૧૩૮, ધીરૂભાઇ લાણીયા મો. ૯૮૨૪૫ ૩૮૩૬૭, કરશનભાઇ પટેલ મો. ૯૮૨૪૩ ૨૧૫૧૯, દિનેશભાઇ કુટેશીયા મો. ૯૯૦૪૦ ૯૦૨૫૨, મહેશભાઇ નકુમ મો. ૯૯૨૫૨ ૩૧૯૫૨, હીતેશભાઇ વોરા મો. ૭૫૭૨૮ ૯૦૦૭૫, રતિલાલ શેઠીયા મો. ૯૯૦૯૨ ૧૯૩૦૩, રામભાઇ દાસા મો. ૯૧૫૭૯ ૭૫૫૮૮, કાંતીભાઇ પટેલ મો. ૯૮૨૪૨ ૩૩૭૨૯, સંજયભાઇ મેંદપરા મો. ૯૮૨૫૯ ૯૬૫૯૦, ભીખાભાઇ ભુટકા મો. ૯૭૧૨૫ ૮૩૬૨૫, મહેન્દ્રભાઇ પટેલ મો. ૯૪૨૯૦ ૩૨૬૧૧, રઘુભાઇ પટેલ મો. ૯૯૨૫૪ ૩૨૨૮૯, રમેશભાઇ પટેલ મો. ૯૬૬૨૦ ૬૪૦૮૦, નરેશભાઇ દલસાણીયા મો. ૯૪૨૭૬ ૬૪૯૮૩, ભરતભાઇ પટેલ મો. ૯૨૬૫૬ ૫૪૧૦૪, નારસંગભાઇ મોરી મો. ૯૪૨૭૭ ૫૨૩૮૧,વિનુભાઇ લીંબાણી મો. ૯૯૨૪૫ ૭૧૬૧૨, પોપટભાઇ ડાભી મો. ૯૯૯૮૧ ૩૮૦૫૭, તુલશીભાઇ ઘોરી મો. ૯૪૨૮૦ ૭૫૯૮૦, વિનુભાઇ પટેલ મો. ૯૯૦૯૪ ૫૮૯૧૧, હરદેવસિંહ ગોહિલ મો. ૯૭૩૭૮ ૭૪૫૩૧, નરવણસિંહ ગોહિલ મો. ૯૭૨૬૬ ૭૦૩૫૬, જે.પી.કોટડીયા મો. ૯૮૨૫૪ ૮૭૭૯૭, દિવ્યપાલસિંહ ચૌહાણ મો. ૭૫૬૭૨ ૫૨૮૬૬, યોગરાજસિંહ ગોહિલ મો. ૯૪૨૬૨ ૬૨૬૯૫, અરવિંદભાઇ પટેલ મો. ૯૪૨૮૪ ૫૦૪૦૭, ચંદુભાઇ ભંડેરી મો. ૯૮૭૯૩ ૨૦૪૬૪, ભાવિકભાઇ ખાચર મો. ૯૮૯૮૨ ૩૪૨૦૦, હરદાસભાઇ બાંભરોટીયા મો. ૯૪૨૯૩ ૭૪૦૭૨, રાજેશભાઇ ધાંધલ મો. ૯૫૧૨૧ ૦૦૧૦૧, કાળુભાઇ હુંબલ મો. ૯૪૨૬૮ ૬૫૭૭૦, કેતનભાઇ પરવાડીયા મો. ૯૪૨૮૯ ૬૮૯૩૪, પરેશભાઇ કુંભાણી મો. ૯૯૭૯૯ ૬૭૮૬૮, તુલશીભાઇ ગાજીપરા મો. ૯૪૨૮૦ ૪૦૩૩૯, રમેશભાઇ કિકાણી મો. ૯૮૨૫૮ ૯૧૩૮૯, ઘનશ્યામભાઇ રાજપરા મો. ૯૯૭૯૩ ૫૧૫૧૦, ભીખાભાઇ પટોળીયા મો. ૯૦૯૯૫ ૨૯૮૫૪, વિપુલભાઇ મુંજપરા મો. ૯૪૨૯૧ ૮૪૬૫૩, વિજયભાઇ ડાભી ૭૯૮૪૫ ૮૫૦૦૩, ભોપાભાઇ ખસીયા, રાયસંગભાઇ પરમાર મો. ૯૯૧૩૧ ૭૩૪૭૨, લાલજીભાઇ સાવલીયા મો. ૯૬૩૮૦ ૦૦૦૬૬, જેરામભાઇ પટેલ મો. ૯૯૭૮૮ ૦૩૫૭૭, લતાબેન પટેલ મો. ૯૩૭૫૧ ૫૭૯૪૫, અશ્વિનભાઇ માથુકીયા મો. ૯૮૨૫૫ ૯૫૯૦૧, હિતેશભાઇ દોમડીયા મો. ૯૮૯૮૪ ૭૧૩૭૧, વનરાજસિંહ ગોહિલ મો. ૯૬૦૧૫ ૫૬૫૨૮, સૈફુદિનભાઇ માંકડા મો. ૯૮૭૯૪ ૨૫૨૫૨, પંકજભાઇ ગાંગાણી મો. ૯૯૭૮૮ ૩૫૧૭૬, દાદુભાઇ ભંમર મો. ૯૯૦૯૬ ૬૧૦૩૫, શૈલેષભાઇ ખોખર મો. ૯૮૨૪૦ ૩૦૧૯૦, ઘનશ્યામભાઇ કાકડીયા મો. ૯૮૨૫૦ ૩૫૪૧૧, જીતેશભાઇ ડોબરીયા મો. ૯૯૨૪૫ ૪૮૬૭૮, કાળુભાઇ વાઘ મો. ૯૫૭૪૦ ૬૧૯૬૦, ઘનશ્યામભાઇ ડોબરીયા મો. ૯૨૬૫૦ ૧૪૩૧૩, મનોજભાઇ વોરા મો. ૬૩૫૩૬ ૬૩૫૮૮, મનસુખભાઇ કાછડીયા મો. ૯૮૨૪૧ ૨૮૭૧૬, જગદીશભાઇ દેસાઇ મો. ૯૮૨૪૭ ૫૨૫૫૬, બચુભાઇ વાઘમસી મો. ૯૯૭૯૭ ૦૮૮૩૪, વસંતભાઇ ભંડેરી મો. ૯૯૧૩૦ ૦૮૩૮૨, કેતનભાઇ ખોયાણી મો. ૯૯૦૯૨ ૦૯૭૪૭.

પ્રાકૃતિક ખેતી કરનારાને મળશે માહિતીનો અદભૂત ખજાનો : રજીસ્ટ્રેશન સંપુર્ણ ફ્રી

રાજકોટ તા.૧૧ : તા.૩-૧૧-૧૯ને રવિવારે વ્રજરાજ ફાર્મ રામોદ કોટડાસાંગાણી ખાતે આયોજીત સંવાદ શિબિરમાં ખેડૂતોને ધ્યાનમાં લેવા જેવી બાબતો નીચે મુજબ છે.

રજીસ્ટ્રેશન સંપુર્ણ ફ્રીમાં રહેશે. વિલાયતી ખાતર અને જંતુનાશક કેમીકલ વગરની પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઇએ. વેબસાઇટમાં જોડાવા માટે જે ફોર્મ ભરો છો, તે ફોર્મમાં આપ જે પધ્ધતીથી ખેતી કરો છો તે પધ્ધતી સંપુર્ણપણે સાચી હોવી જોઇએ. ખોટી માહિતી ભરીને વેબસાઇટમાં સ્થાન મેળવવા પ્રયત્ન કરશો તો આપ પર કાનુની કાર્યવાહી થઇ શકે છે. જોડાયેલા ફેમીલી ગ્રાહકને સંપુર્ણ સંતોષ મળે તેની જવાબદારી આપની બને છે તેના માટે આપે આપની ખેતીની પધ્ધતીના ફોટો વિડીયો મોકલી સતત સંપર્કમાં રહેવુ. ફેમીલી ગ્રાહક સાથે જો કોઇ નાણાકીય વ્યવહાર કરો તેની સંપુર્ણ જવાબદારી આપની રહેશે.

ફેમીલી ફાર્મર અભિયાન વેબસાઇટ ઉપર ખેડૂત સાથે સંવાદ કરી વિલાયતી ખાતર જંતુનાશક દવા અને કેમીકલ વગરનો પ્રાકૃતિક ખોરાક મેળવી શકો છો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યોગ્ય ચકાસણી અમારા પ્રતિનિધિઓએ કરી છે. જો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે તેના પુરાવા મેળવીને તે ખેડૂતોને અમો વેબસાઇટમાં સ્થાન આપ્યુ છે. જે ખેડૂતને ફેમીલી ફાર્મર બનાવો છે અને તેની સાથે આપ એગ્રીમેન્ટ કરો છો તે ખેડૂત પાસે આપે જરૂરી આગ્રહ એ રાખવો કે તે ખેડૂત તેની ખેતી કરવાની પધ્ધતી જેમ કે જમીનને જીવામૃતમ આપવાની રીત, પાકને જીવાતથી બચાવવા કઇ દેશી ઔષધિનો ઉપયોગ કરે છે વગેરે કાર્ય પધ્ધતીના ફોટા વિડીયો મોબાઇલના માધ્યમથી આપને સતત મળતા રહે તેવો ફાર્મર પાસે આગ્રહ રાખવો.

જે ફાર્મર સાથે જોડાયા છો તેની સાથે આપનો સંવાદ મોબાઇલ કે રૂબરૂ જળવાઇ રહે તેવો પ્રયાસ થવો જોઇએ. જે ફાર્મર સાથે આપ જોડાયા છો તેની પધ્ધતીથી આપને સંતોષ ન હોય તો ફાર્મર બદલી શકો છો.

(11:32 am IST)