Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વાંકાનેરમાં ગાંજા સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છૂટકારો

મોરબી તા. ૧૧ :.. વાંકાનેર સીટી પોલીસે ગાંજા સાથે એક આરોપીને ઝડપી લીધા બાદ આરોપીએ વકીલ મારફત મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે માન્ય રાખતા આરોપીનો જામીન પર છૂટકારો થયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રીઝવાન અયુબભાઇ નામના આરોપી પાસેથી ગાંજો મળી આવતા વાંકાનેર સીટી પોલીસે અટકાયત કરી હતી અને આરોપી વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોય જે ધરપકડ બાદ આરોપીએ વકીલ શબાના ખોખર મારફત મોરબી પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી કરી હતી અને આરોપી તરફેના વકીલની દલીલો તેમજ હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરતા કોર્ટે આરોપીના જામીન મંજૂર કરતા જમીન પર છૂટકારો થયો છે.

(11:26 am IST)