Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રાજકોટ CGST વિભાગ દ્વારા 272 કરોડના કૌભાંડ મામલે જામનગરના સંદીપ છનિયારાની ધરપકડ

અલગ અલગ નળ પેઢીઓ બનાવી મોરબીના સીરામીક પેઢીઓ સાથે લાખોનો બે નંબરી વ્યવહાર કર્યો

રાજકોટ : જામનગરના સંદીપ છનીયારા નામના શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે કરોડોનું કૌભાંડ આચરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા હોવાનું સામે આવ્યુ છે

  . રાજકોટના CGST વિભાગે 272 કરોડનું કૌભાંડ આચરનાર જામનગરના સંદીપ છનિયારા નામના શખ્સની બે દિવસ પહેલા ધરપકડ કરી છે. સંદીપે જામનગરમાં અલગ અલગ 9 જેટલી પેઢી બનાવીને મોરબીના અનેક સીરામીક પેઢીઓ સાથે લાખો રૂપિયાના બેનંબરી વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યુ છે.

  સંદિપ જે રીક્ષા ચાલક અને મજૂર લોકો હોય તેની પાસેથી આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈ બોગસ પેઢી બનાવતો હતો. જે ડોક્યુમેન્ટના આધારે સંદીપે જામનગરમાં બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને ત્યારબાદ GST નંબર મેળવી મોરબીમાં આવેલ સીરામીક પેઢીઓના રોકડ વ્યવહાર કરતો હોવાનું ખુલવા પામ્યું છે.

(10:19 pm IST)