Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કચ્છના પૂર્વ ધારાસભ્યના ભત્રીજાની અશ્લીલ કલીપ બનાવી 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં મહિલાની વાપીથી ધરપકડ

કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીના ભત્રીજાની અશ્લીલ ક્લિપિંગ બનાવી 10 કરોડની ખંડણી માંગનારી મહિલાની એસપીજી ડિવિઝને વાપીથી ધરપકડ કરી છે. મહિલાએ પોતાના પતિ સાથે મળીને સુનિલ ભાનુશાલી પાસેથી 10 કરોડની ખંડણી માંગી હતી, બંનેએ 55 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. મહિલાની ધમકી વધતા અંગે સુનિલ ભાનુશાલીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
  
કચ્છની અબડાસામાં રહેતી મનીષા ગોસ્વામી અને તેના પતિએ સુનિલ ભાનુશાલીની અશ્લીલ વીડિઓ ક્લિપિંગ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા ધમકી આપી હતી.

વર્ષ પહેલાં અબડાસામાં જમીનના કામકાજ દરમિયાન સુનિલ અને મનીષા પરિચયમાં આવ્યા હતા. તો પાંચ મહિના પહેલા મનીષાએ સુનિલને શાહીબાગ કચ્છી ભવન બોલાવ્યો હતો અને રૂમમા સ્પ્રે છાંટીને બેભાન કરી દીધો હતો. બાદમાં એક યુવતી સાથે કઢંગી હાલતમાં વીડિયો ક્લિપિંગ ઉતારી લીધી હતી. વીડિયો ક્લિપિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને બંનેએ પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.

(11:12 pm IST)