Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન પર એસીબી ત્રાટકીઃ પીએસઆઈ વસૈયા સહિત એક હેડ કોન્સ્ટેબલ અને શકદાર મહિલા સહિત બે પોલીસમેન સકંજામાં

ફાયનાન્સ કંપનીની લોન ભરપાઈ ન કરવાના મુદ્દે ચાલતા મામલામાં સંબંધક પોલીસ અધિકારીએ અરજી નિકાલ માટે ૩૦ હજાર રૂપિયાની માંગણી કરી'તી : જૂનાગઢના મદદનિશ નિયામકના માર્ગદર્શનમાં ભાવનગરના પીઆઈ ઝેડ. જી. ચૌહાણ ટીમ દ્વારા ટોલ ફ્રી નંબર પર આવેલા મેસેજ આધારે એસીબી વડા કેશવ કુમારના આદેશ અંતર્ગત કાર્યવાહી

રાજકોટ, તા. ૧૧ :. એસીબી હેડ કવાર્ટર દ્વારા લાંચીયાઓને ઝડપવા માટે જાહેર કરેલ ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર એક ફરીયાદીએ બોટાદના પીએસઆઈ વી.બી. વસૈયા તથા તેમના ચારેક સ્ટાફ દ્વારા તેમની આઈસર ટ્રકની હપ્તાની ચૂકવણીના મામલે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કરેલ અરજી સંદર્ભે તેઓ પાસે ૩૦,૦૦૦ની માંગણી કર્યાના આરોપસરની ફરીયાદ કરતા જ અને આ બાબતે એસીબી વડા કેશવ કુમારને ધ્યાને આ બાબત મુકાતા તેઓના આદેશ અંતર્ગત એસીબી ભાવનગરની ટીમ દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન પર ત્રાટકી ચારને છટકામાં ઝડપી લેવાયા હતા.

એસીબી વતુળોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આ કામના ફરીયાદીએ પોતાની આઈસર ટ્રક સામાવાળાને વેચેલ હોય સામાવાળાએ એ હપ્તાના નાણા ચુકવેલ ન હોવાથી ફાયનાન્સ કંપની દ્વારા નાણા ભરવા માટે નોટીસ આપવામાં આવેલ હતી અને સામાવાળા પાસેથી ટ્રક પરત લેવા કે લોન ટ્રાન્સફર કરવા માટેની કાર્યવાહી કરતી અરજી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપેલ.

એસીબી વર્તુળોના કહેવા મુજબ ફરીયાદીએ એવો આક્ષેપ કરતો એસીબી ટોલ ફ્રી નંબર પર ફરીયાદ કરેલ કે, આ કામના આરોપીઓ પૈકીના આરોપી નં. ૧ (પીએસઆઈ) દ્વારા આ મામલે વચ્ચે પડી સમાધાન કરાવી આપવા માટે ૩૦ હજારની માંગણી કરેલ.

ફરીયાદી આવી ખોટી રીતે નાણા ચુકવવા તૈયાર ન હતા. તેઓએ અખબારોમાં એસીબી દ્વારા ચાલતી ઝુંબેશ અને ટોલ ફ્રી નંબર પર થતા ફોન આધારે પણ એસીબી વડાના આદેશ અનુસાર કાર્યવાહી થતી હોવાનું અખબારો દ્વારા જાણી આ બાબતે એસીબીને ટોલ ફ્રી નંબર પરથી ફોન કરેલ.

આમ ટોલ ફ્રી નંબર આધારે જૂનાગઢ એસીબી એકમના મદદનિશ નિયામક એ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ ભાવનગરના એસીબી પી.આઈ. ઝેડ. જી. ચૌહાણ તથા ટીમ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને ગુપચુપ રીતે પહોંચી હતી. ફરીયાદીએ પોતે રકમ લઈને આવી ગયાનું સંબંધક આરોપી નં. ૧ ને જણાવતા તેઓએ આરોપી નં. ૨ (પોલીસમેન)નો સંપર્ક સાધવા સૂચના આપેલ. આરોપી નં. ૨ ને રકમ આપતા ગમે તે કારણે આરોપી નં. ૩ અને ૪ને મુદ્દામાલની રકમ આપી પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યાનંુ પણ એસીબી વર્તુળો વધુમાં જણાવે છે.

(2:48 pm IST)