Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મેઘપરમાં સેઢો સળગાવતા પરિણીતાનું મોત : જામનગરમાં સ્પીડબ્રેકરમાં કાબૂ ગૂમાવતા બાઇક ઉપર બેસેલી પત્નિનું મોત

જામનગર તા. ૧૧ : અહીં મેઘપર ગામે વાડી વિસ્તાર ધારાગઢ રેલ્વે ફાટક પાસે રહેતા પૂંજાભાઈ મરુભાઈ સીંગરખીયા, ઉ.વ.પ૦ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, દેવુબેન પૂંજાભાઈ મુરુભાઈ સીંગરખીયા, ઉ.વ.૪પ, રે. મેઘપર ગામ વાડી વિસ્તાર, ધારાગઢ રેલ્વે ફાટક પાસે, તા.જામજોધપુર, પોતાની વાડીએ સેઢો સળગાવતા અકસ્માતે પહેરેલ કપડાને અડી જતા કપડા સળગતા શરીરે દાઝી જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

ટાવેરા ચાલેક હડફેટે  લેતા ત્રણને ઈજા

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ પ્રવીણભાઈ મારૂ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, હરીયા સ્કુલ સામે, મકવાણા સોસાયટી, જયશ્રી ઓટો ગેરેજ પાસે,જામનગરમાં એક ટાવેરા જેના રજી.નં.જી.જે.૧ર–એ.વી.–૦૪પ૦ નો ચાલક પોતાની ટાવેરા ફોર વ્હીલ બે ફીકરાઈ અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી યોગેશભાઈ તથા સાહેદો રાજેશભાઈ અમૃતભાઈ તથા દિલ્પેશભાઈ ને સામાન્ય ઈજાઓ કરી ગુનો કરેલ છે.

મોટરસાયકલ ચોરાયું

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ ચુનીલાલ કતીરા એ ફરીયાદ નોંધાવી છે કે, પટેલ કોલોની શેરી નં. ર, રોડ નં.–૧ મા જેડી હાઈવ પર માર્કેટની દુકાન પાસે, જામનગરમાં ફરીયાદી રાજેશભાઈએ પોતાના સફેદ કલરની એકટીવા મોટરસાયકલ રજી.નં. જી.જે.૧૦ – સી જે ૦૩૪૪ કિંમત રૂ.રપ,૦૦૦નું આ કામનો આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સ્પીડ બ્રેકર આવતા

લાલપુર પોલીસ સ્ટેશનમાં વીરાભાઈ મેપાભાઈ ગોજીયા, રે.ચોખંડા ગામ, તા.ભાણવડ  દ્વારકાવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર – જામનગર હાઈવે રોડ ઉપર પોત પોતાના મોટરસાયકલ રજી.નં. જી.જે.૧૭–ડી– ૪૬પ૧ માં પાછળ પોતાના પત્ની પાલીબેન ઉ.વ.૬૦ વાળાને બેસાડી મોટરસાયકલ ચલાવી જતા હોય અચાનક સ્પીડ બ્રેકર આવતા મોટરસાયકલને બ્રેક મારતા આરોપીના પત્ની પાલીબેન મોટરસાયકલ માંથી નીચે પડી જતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતા સારવારમાં લઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

દારૂની હેરાફેરી

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના કોન્સ. કમલેશભાઈ દેવરાજભાઈ રબારીએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૬–ર૦૧૮ના નવાગામ ઘેડ, મધુરમ રેસીડન્સી ખેતાભાઈ ડોસાણીના નવા બનતા મકાનમાં ગેરકાયદેસર પાસપરમીટ વગર ઈંગ્લીશ દારૂની બોટલોની હેરાફેરી કરી વેચાણ અર્થે પોતાના કબ્જામાં રાખી રેઈડ દરમ્યાન કુલદીપસિંહ જયદેવસિંહ જાડેજા, રે. જામનગરવાળો દારૂની બોટલો નંગ–૧પ કિંમત રૂ.૬૦૦૦ તથા મોટર સાયકલ કિંમત રૂ.૩પ,૦૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે તથા દારૂ સપ્લાય કરનાર દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો મુળુભા જેઠવા, રે. જામનગરવાળો ફરાર થઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે  બે ઝડપાયા

અહીં સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના કોન્સ. હરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મેહુલનગર એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સંજયસિંહ ભરતસિંહ વાઢેર, હરપાલસિંહ દેવરાજસિંહ રાઠોડ દારૂની બોટલો નંગ–પ, કિંમત રૂ.ર૦૦૦ તથા એકટીવા મોટરસાયકલ કિંમત રૂ. ૪૦,૦૦૦ના મળી કુલ રૂપિયા ૪ર૦૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા દારૂ સપ્લાય કરનાર કાનાભાઈ બાવાજી રે. જામનગરવાળો ફરાર થઈ ગયેલ છે.(૨૧.૧૯)

(12:55 pm IST)