Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, કાલાવડ અને સીએલપી ઇન્ડિયા દ્વારા ચાલતા આરોહણ પ્રોજેકટ અંતર્ગત ' વિશ્વ પર્યાવરણ દિવસ' ની ઉજવણી

કાલાવડ તા ૧૧ :  પર્યાવરણ કેન્દ્ર કાલાવડ અને સીએલપી (ઇન્ડિયા) ના સંયુકત ઉપક્રમે કાલાવડ તાલુકાના ૬ ગામમાં અને જોધપુર તાલુકાના ૫ એમ કુલ મળીને ૧૧ ગામોમાં 'ગ્રામ વિકાસ સમિતિનું' ગંઠન કરીને 'આરોહણ' પ્રોજેકટ દ્વારા પાણી, શિક્ષણ અને આજીવિકા સબંધિત વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી છે.

૫ મી જૂન ૨૦૧૮ ના રોજ પર્યાવરણ શિણ કેન્દ્ર 'આરોહણ' પ્રોજેકટ અંતર્ગત કાલાવાડ તાલુકાના 'ફગાસ' ગામમાં બહેનોના સાથે 'વિશ્વપર્યાવરણ દિવસ' નિમિતે NO PLASTIC થીમ આધારિત કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી. આ કાર્યૃક્રમ માં બહેનો સાથે ખાસ કરીને આપણા વ્યવહારમાં પ્લાસ્ટિકનો બે ફામ ઉપયોગ થઇ રહ્યો છે, જીવન જરૂરિયાતની દરેક વસ્તુ પ્લાસ્ટિક સાથે જોડાઇ ગઇ છે અને પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ માં કેટલું નુકશાન થઇ રહ્યુ છે અને સાથે સાથે પૃથ્વી પરના દરેક જીવને પણ ખુબજ નુકશાન થઇ રહ્યું છે આજે દરેક વ્યકિત પોતાની સરળતા માટે પ્લાસ્ટીક નો બેફામ ઉપયોગ કરે છે, અને તેનું નુકશાન આજે આપણે ભોગવી રહ્યા છીએ, તે સમજાવવા માટે બહેનોને તેની વિસ્તૃત સમજ આપવામાં આવી, અને જુદા જુદા વિડીયો દ્વારા પ્રોજેકટના માધ્યમ થી પ્લાસિટકનો ઉપયોગ અને તેની નકારાત્મક અસરોની સમજ આપવામાં આવી.

આ ઉપરાંત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,કાલાવડ દ્રવારા દરેક બહેનોને ઘરે ઉછેરવા માટે મલબારી લીંબડાનું વિતરણ કરવામાં આવેલ.

સમગ્ર કાર્ર્યક્રમ ની સમજ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, કાલાવડ ના ફિલ્ડ કો-ઓર્ડિનેટર પ્રેમજીભાઇ વાલસુર અને પ્રોજેકટ સહાયક મહેશભાઇ તાવિયા દ્વારા આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમ નું સંકલન અને આયોજન પ્રોજેકટ સહાયક નિતાબેન પરમાર દ્વારા કરવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ફગાસ ગામના સરપંચ શ્રી જયદિપસિંહ જાડેજા દ્વારા પુરતો સહયોગ આપવામાં આવેલ.(૩.૩)

(12:19 pm IST)