Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

દામનગર સેવા સહકારી મંડળીનો ૨૧.૫૦ લાખનો ચોખ્ખો નફો : ૧૨% ડિવીડન્ડ જાહેર : સામાન્ય સભા મળી

દામનગર તા.૧૧ : સેવા સહકારી મંડળી લી.ની ૬૭મી વાર્ષિક સ.સભા મંડળીના પ્રમુખ હરજીભાઇ નારોલાના પ્રમુખ સ્થાને મળી હતી. વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખશ્રીએ હિસાબો રજૂ કરતા જણાવેલ કે વર્ષ ૨૦૧૭-૧૮માં મંડળીએ ૨૧.૫૦ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. દામનગર અને રાભડા ગામનું કાર્યક્ષેત્ર ધરાવતી ખેડુત મંડળીમાં ૬૩૪ સભાસદો છે. જેઓને ૭૩૦-૭૮ લાખનું ધીરાણ કરેલ છે. જેમાંથી ૯૮-૦૯% વસુલાત થયેલ છે. મંડળીનું શેર ભંડોળ ૭૫,૪૪ લાખ, અનામત ભંડોળ ૩૭,૭૫ લાખ તથા અન્ડ ફંડો ૪૮,૬૧ લાખ છે. મંડળીનું અન્ય સંસ્થાઓમાં ૪૮,૭૫ લાખના શેર ધરાવે છે. મંડળીનો ઓડીટ વર્ગ અ આવેલ છે.

જે મંડળીના વહીવટનું પ્રમાણપત્ર છે. ગત વર્ષમાં સભાસદ ભેટ સાથે ૧૨% ડીવીડન્ડ આપવાની પણ જાહેરાત કરાતા સભાસદોએ હર્ષ વ્યકત કરેલ હતો. સભાસદનું કુદરતી કે આક.મૃત્યુ થાય તો મંડળીના સ્વભંડોળમાંથી રૂ. ૧૦ હજારની સહાય આપવામાં આવે છે. અત્રે યાદ આપીએ કે હરજીભાઇ નારોલાએ ૧૯૯૫થી મંડળી સુકાન સંભાળ્યા બાદ મંડળી અવિરત પ્રગતી કરી રહી છે.

મંડળીની વ્ય. કમીટીમાં હરજીભાઇ નારોલા, રણછોડભાઇ બોખા, લાલજીભાઇ નારોલા, અરજણભાઇ નારોલા, મનસુખભાઇ બોખા, ભુપતભાઇ ડી.પટેલ, ભીમજીભાઇ વાવડીયા, ભીમજીભાઇ નારોલા, લાભુભાઇ નારોલા, કરમશીભાઇ કાસોદરીયા, પ્રકાશભાઇ આંસોદરીયા, વલ્લભભાઇ નારોલા, રામજીભાઇ બુધેલીયા વિ. કાર્યરત છે. હરજીભાઇ નારોલા સતત ૨૪ મી વખત પ્રમુખ તરીકે વરણી પામ્યા છે. વા.સા.સભામાં અ.જી.મ.સ. બેંક દામનગર શાખા મેનેજર ભરતભાઇ ગરણીયા, સુપરવાઇઝરો નિલેશભાઇ માલવીયા તથા જીતુભાઇ ડણાક ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સભાસદો હાજર રહ્યા હતા. મંડળીના મંત્રી જીવરાજભાઇ બુધેલીયાએ આભારવિધી કરી હતી.(૪૫.૪)

 

(12:14 pm IST)