Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

માળિયા મિયાણા પાસે ડીઝલ ચોરી કરતા કેતન અને દશરથ પકડાયાઃ ૨૩ લાખની માલ જપ્ત

મોરબી, તા.૧૧: માળિયા પંથકમાં ડીઝલ ચોરીના બનાવો અનેક વખત પ્રકાશમાં આવતા રહે છે  એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બે શકમંદોને ઝડપી લઈને ટેન્કર સહીત ૨૩.૮૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

મળતી વિગત મુજબ માળિયા પંથકમાં આજે એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન હાઈવે પર ટેન્કર નં જીજે ૧૨ એઝેડ ૮૯૦૧ માંથી ડીઝલ ચોરી કરવામાં આવતી હોય, આરોપી કેતન ચાવડા (રહે.રાજકોટ) તેમજ દશરથ હુંબલ (રહે. મોટી બરાર તા. માળિયા)ને પ્લાસ્ટિક નળીથી ડીઝલ ચોરી કરતા દબોચી લેવામાં આવ્યા હતા અને ટેન્કરમાં આશરે ૨૩,૯૬૦ લીટર ડીઝલ ભરેલું હોય જેની કીમત ૧૬,૭૭,૨૦૦ અને ટેન્કર કીમત ૭ લાખ તેમજ ડીઝલ ભરેલો કેરબો અને અન્ય મુદામાલ સહીત ૨૩,૮૦,૦૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી બંને ઈસમોની અટકાયત કરીને મુદામાલ માળિયા પોલીસને સોપવામાં આવ્યો છે.(૨૨.૬)

(12:12 pm IST)