Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પ્રમુખની ચૂંટણી જાહેર થતા

બગસરા પાલિકાના બંને પક્ષના અમુક સભ્યો નજરકેદ

બગસરા તા. ૧૧ : આગામી દિવસોમાં પાલિકા પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ બંને પક્ષો એ પોતાના પ્રમુખ બેસાડવા માટે કમર કસીઙ્ગ છે.

આગામી ૧૪ તારીખના રોજ બગસરા નગરપાલિકાના પ્રમુખની મુદત પૂર્ણ થતી હોય નવા પ્રમુખની ચૂંટણી એજન્ડા બહાર પડતાની સાથે જ બન્ને પક્ષઙ્ગ દ્વારા પોતાના પ્રમુખઙ્ગ બેસાડી પાલિકા કબ્જે કરવાઙ્ગ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ નગરપાલિકામાંઙ્ગ કોંગ્રેસ પાસે ૧૩ ,ભાજપ પાસે ૧૪ઙ્ગ જયારે એક અપક્ષ સદસ્ય છે.ગત વખત ની મુજબ જો અપક્ષ સભ્ય કોંગ્રેસને ટેકો જાહેર કરે તો બંનેની સંખ્યા સમાન થતા ચિઠ્ઠી નાખવાનો વારો આવી શકે પરંતુ આ પરિસ્થિતિ ટાળવા માટે બન્ને દ્વારા પોતાના વિશ્વાસુ સભ્યોને બહાર મોકલી નજરકેદ કરી દેવાયા છે. જોકે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના સેન્સની પ્રક્રિયા દરમિયાન પણ પ્રમુખ પદ માટે વધુ દાવેદારો ઊભા થતાં પક્ષમાં અંદરોઅંદર ફાટફૂટ પડવાની શકયતા વર્તાઇ રહી છે જે પક્ષ એકતા શોધવામાં સફળ થશે તે પક્ષ નગરપાલિકા પર કબજો કરી શકશે.(૨૧.૧૪)

(12:09 pm IST)