Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ધોરાજીમાં હેકઝેન ટેન્કમાં અકસ્માતની ઘટનામાં પુરાવા રજુ કરવા આદેશ

ધોરાજી તા.૧૧ : અતુલ ઓઇલકેકસ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ સર્વે નં. ૮૬૩-૨ જેતપુર રોડ નેશનલ હાઇવે ધોરાજી ખાતે હેકઝેન ટેન્કમાં અકસ્માતનો બનાવ બનેલ અને સદરહું અકસ્માતમાં એક વ્યકિતનું મૃત્યુ થયેલ અને ચાર જેટલા લોકો ઇજા પામેલ છે. સરકારશ્રીની સુચના અનુસાર આ બનાવ અંગેની સાચી હકીકત તથા કારણો તપાસી આ  કિસ્સામાં કોઇ જવાબદાર છે કે કેમ ? તે ચકાસી તમામ પાસાઓ અન્વયે તલસ્પર્શી અહેવાલ રજૂ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, રાજકોટ તરફથી ફરમાન છે.

આ બનાવ અનુસંધાને જે કોઇ વ્યકિતને જે જાત - જાણકારી હોય તે રજૂઆત કરવા ધારતા હોય તેમણે મૌખિક નિવેદન આપવા કે આધાર પુરાવાઓ રજૂ કરવા પ્રાંત કચેરી ધોરાજી ખાતે તા.૧૨ તથા તા.૧૩ના રોજ બપોરે ૧૨ કલાક થી સાંજના ૧૭ કલાક સુધીમાં રજૂ કરવા આદેશ કરાયો છે.

 

(12:04 pm IST)