Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મોરબી પાલિકાનો સામાન્ય સભામાં ભારે હોબાળા વચ્ચે 242.71 કરોડનું બજેટ મંજૂર

એજન્ડા અને મિનિટ બુકમાં છેડછાડ સહિતના મુદ્દે ભાજપના સભ્યે શર્ટ કાઢી વિરોધ કર્યો

મોરબી નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળાની વચ્ચે 242.71 કરોડનું બજેટ મંજૂર થયું છે. બજેટ સહિતના એજન્ડા અને મિનિટ બુકમાં છેડછાડ સહિતના મુદ્દે ભાજપના સભ્યે શર્ટ કાઢીને વિરોધ દર્શાવ્યો હતો.

મોરબી નગરપાલિકાની ચાર મહિના બાદ સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપના 20 અને કોંગ્રેસના 24 સભ્યોએ હાજરી આપી હતી. જનરલ બોર્ડમાં શરૂઆતથી જ ભાજપના વોર્ડ ન.૦૩ ના કાઉન્સિલર જયરાજસિંહ સહિતના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા પ્રમુખે એક નંબરનો એજન્ડા પેન્ડિંગ રાખીને બાકીના એજન્ડા ઉપર એક સાથે મતદાન કરવાનું કહેતા ભાજપે એવી માંગ કરી હતી કે દરેક એજન્ડા ઉપર મતદાન કરવામાં આવે. આ માટે સભ્યોએ વિરોધ નોંધાવવા માટે શર્ટ પણ કાઢ્યા હતા.

 ભાજપના સભ્યોએ તેઓના વિસ્તારમાં કોંગ્રેસ શાસિત પાલિકા પાણી સફાઈ સહિતના પ્રશ્ને નિષ્ફળ ગયાનું તેમજ ભાજપે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ચીફ ઓફિસર અને કર્મચારિઓ કોંગ્રેસ તરફી હોવાનું જણાવી ભારે ઉગ્ર વિરોધ કર્યો હતો જો કે આ સામાન્ય સભા હેમખેર રીતે પૂર્ણ થયા બાદ પ્રમુખે સભા દરમિયાન મિનિટ બુકમાં સાઈન ન કરી હોવા સહિતના વાંધા પણ ભાજપના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. આમ સતત પોણા બે કલાક સુધી જનરલ બોર્ડમાં વિરોધ ચાલ્યો હતો.

 આ ઉપરાંત મતદાનમા કોંગ્રેસના એક સભ્ય તટસ્થ રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. ઉપરાંત ભાજપે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ચીફ ઓફિસર અને કર્મચારિઓ કોંગ્રેસ તરફી છેઆ જનરલ બોર્ડમાં પાલિકાના રૂ. 242.71 કરોડના બજેટને બહુમતના જોરે મંજૂરી મળી હતી

(10:00 pm IST)