Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પોરબંદરમાં લોકમેળાની ૩ દિવસથી વધુની પરવાનગી અપાય તો આત્મ વિલોપનની ચીમકી

આરટીઆઇ એકટીવીસ્ટ નટુભાઇ દ્વારા કલેકટરને અરજીઃ વાવણી બાદ પાક ઉછેર માટે પાણી મળતુ નથી વગેરે કારણો

પોરબંદર તા. ૯ :.. જન્માષ્ટમીના તહેવાર સબબ પ્રતિવરસ અત્રેના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોરબંદર નગરપાલીકા દ્વારા લોકમેળાનું આયોજન પૂર્વે પોરબંદરના નામદાર જીલ્લા કલેકટરની કોર્ટમાં આર. ટી. આઇ. એકટીવિસ્ટ નટુભાઇ કાનાભાઇ કારાવદરાએ અરજદાર તરીકે ચીફ ઓફીસર પોરબંદર નગરપાલીકા, ફરજની રૂએ જે ચાર્જમાં હોય તે પ્રમુખ પોરબંદર નગરપાલીકા તે જાતે જે ફરજ ઉપર હોય તે અને સ્ટેચ્યુટરી બોર્ડના સભ્યોના પ્રતિનિધી, પોરબંદર નગરપાલીકા આયોજીત લોકમેળા સમિતિના ચેરમેન જે નિયુકત થયા હોય તે તથા સમિતિના સભ્યશ્રીઓ તથા સરકારશ્રી જીલ્લા કલેકટરશ્રી દ્વારા નિયુકત થયેલા પ્રતિનિધિઓ અરજી આપી માંગણી કરેલ છે કે, આગામી તા. ર૩ ઓગસ્ટથી ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પ્રતિ વર્ષ યોજાતા લોકમેળાની પરવાનગી ત્રણ દિવસથી વધુ નહીં આપવા તેમ છતાં ત્રણ દિવસથી વધુ પરવાનગી આપવામાં આવશે તો કચેરીમાં આત્મ વિલોપનની ચીમકી આપી છે.

અરજીમાં જણાવેલ કે પ્રતિ વર્ષ યોજાતા મેળામાં પ્રતિ વર્ષ વિરોધ હોવા છતાં તેને ધ્યાને લેવામાં આવતો નથી. અને પાંચ થી છ દિવસની પરવાનગી અપાય છે.

લોકામેળાની તેમજ આનંદ મેળાની ઉભી થતી આવક પોરબંદરના વિકાસ કાર્યો તથા હિન્દુ સ્મશાન ભૂમિમાં વાપરવાની થતી હોય જે અંગે સરકારશ્રી તેમજ વ્યકિતગત રીતે આપશ્રી સુવિદિત હોય પ્રતિ વર્ષ અરજદારો સરકારની તેમજ અને પ્રતિનિધિત્વ માંગે છે. લોકમેળાની ચોખ્ખે ચોખ્ખી આવક વિકાસ કાર્યોમાં અને જનહિતના કાર્યોમાં વપરાય. પરંતુ આ દેખાવ જ થાય છે.  પ્રજાહિતની માંગણી અને લોક કલ્યાણની માંગણી ધ્યાને લેવાતી નથી.

પોરબંદરના વિકાસના કાર્યોમાં આપશ્રીના સુપર વિઝનમાં આ રકમ વપરાય તેવી માંગણી છે.

ચાલુ સાલે વરસાદની અછત લોકો પીવાનું પાણી મળતું નથી. ખેડૂતોની વાવણી થઇ ગયા પછી પણ પાક ઉચ્છેર માટે પાણી મળતું નથી. આત્મહત્યા કરવી પડે છે. સરકારશ્રીની જાહેરાતનો પુરતો લાભ મળતો નથી. શહેરના નાના-મોટા ઉદ્યોગ મોટે ભાગે બંધ હાલતમાં છે. જે ઉદ્યોગો ચાલે છે તે પણ માંડ માંડ ચાલે છે. ત્યારે મત્સ્ય ઉદ્યોગને પણ મોટો ફટકો પડયો છે. અને પડેલ છે. વેપારીઓને પણ વ્યવહાર અટકયો છે, અને અટકતો જાય છે. આવક મર્યાદીત થતી જાય છે. કેટલાક ઘરોમાં એક ટાઇમ ભોજન થાય છે. વગેરે કારણ અરજીમાં દર્શાવ્યા છે.

(3:39 pm IST)