Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કોંગ્રેસ દ્વારા જુનાગઢ જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા વિસાવદર તાલુકા પંચાયતની ૧-૧ બેઠકની પેટા ચુંટણી માટે ઉમેદવારો જાહેર

વડાલ બેઠક પર સંદિપ દોમડીયા, સુખપુરમાં વિજય ગજેરા તથા મોણીયા બેઠક પર જયાબેન ડોબરીયા

 જુનાગઢ તા ૯ :  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમીતભાઇ ચાવડાએ જુનાગઢ જિલ્લા પંચાયતની પેટા ચુંટણીમાં વડાલ સીટ-૩૦ ના ઉમેદવાર તરીકે પસંદ કરેલ અને જુનાગઢ  તાલુકા પંચાયતની  સુખપુર સીટની તેમજ વિસાવદર તાલુકા પંચાયતની મોણીયા સીટની પેટા ચુંટણીના સત્તાવાર ઉમેદવારો જાહેર કર્યા છે.

આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોઠીયા તથા મહામંત્રી બી.ટી. સીડાની યાદીમાં જણાવ્યા મુજબ પ્રદેશ કોંગ્રેસ અમીતભાઇ ચાવડાએ જુનાગઢ જીલ્લા પંચાયત વડાલ બેઠક પર સંદિપભાઇ  કડવાભાઇ દોમડીયા (ઉ.વ.૩૪) મુ. વડાલ, તા.જી.  જુનાગઢ, જુનાગઢ તાલુકા પંચાયત સુખપુર બેઠક પર વિજયભાઇ જેરામભાઇ ગજેરા (ઉ.વ.૪૫) મુ. ગોપાલગઢ, (નવુ બલીયાવડ) જી. જુનાગઢ તથા વિસાવદર તાલુકા પંચાયત મોણીયા સીટ પર જયાબેન કિશોરભાઇ ડોબરીયા (ઉ.વ.૪૬) મુ. લેરીયા, તા. વિસાવદર, જી. જુનાગઢ સહિતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

(1:51 pm IST)