Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કલ્યાણપુરના ભોગાત ગામનો વેપારી ખેડૂતોની અડધા કરોડથી વધુની મગફળી લઈને રફુચક્કર

વેપારીની મિલ-દુકાન બંધઃ ચેક રિટર્ન થતા છેતરપીંડીની પોલીસમાં ફરીયાદ

ખંભાળીયા, તા. ૯ :. કલ્યાણપુર તાલુકાના સતાપર કરાર વાડી વિસ્તારમાં રહેતા સવદાસભાઈ સાજણભાઈ પોસ્તરીયાએ તેમજ અન્ય દશેક ખેડૂતોની ભોગાત ગામના જીવા સીયા ગોજીયા નામનો વેપારી માંડવી લઈ જઈ પૈસા આપવામાં ઠાગાઠૈયા કરી છેલ્લા એકાદ વર્ષથી ભાગી જતાં વેપારી વિરૂદ્ધ છેતરપીંડીની ફરીયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવી છે. આ અંગે ફરીયાદી સવદાસભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, કેટલાક વર્ષોથી ઉપરોકત વેપારીને આસપાસના ખેડૂતો મગફળીનું વેંચાણ કરતા હતા અને તેમની દુકાન ભોગાત ગામમાં તેમજ માંડવીની મીલ નાવદ્રા ગામના પાટીયા પાસે આવેલ હતી. આથી વિશ્વાસુ હોવાના કારણે ખેડૂતો દ્વારા મગફળી આપી દેવામાં આવતી હતી. આજથી એક વર્ષ પહેલા ફરીયાદીએ પોતાની ૯,૫૦,૦૦૦ની તેમજ અન્ય દશેક ખેડૂતોે વેપારીને મગફળીનું વેંચાણ કરેલ હોય અને તેના પૈસા જૂની પદ્ધતિ મુજબ આઠ દિવસમાં ચુકવવાના હોય પરંતુ વેપારીએ કેટલાક દિવસ સુધી પૈસા ચુકવવામાં ઠાગાઠૈયા કરી આજ સુધી પૈસા નહીં આપી નાસી છૂટતા અંતે તમામ ખેડૂતોએ વેપારી જીવા સીયા ગોજીયા વિરૂદ્ધ કલ્યાણપુર પોલીસમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. ખેડૂતોના કહેવા મુજબ માત્ર ૧૦ કે ૧૫ ખેડૂતોની નહીં પરંતુ ૫૦થી વધુ ખેડૂતો - વેપારીનો ભોગ બન્યા છે અને તપાસ કરવામાં આવે તો આ આંક ૫ થી ૧૦ ક રોડ સુધી પહોંચી શકે છે જો કે કાયદાકીય ચક્કરમાં ન પડવાની બિકે ખેડૂતોએ પોલીસ ફરીયાદ નોંધાવવાનું ટાળ્યું હોવાની વિગતો સામે આવેલ છે. પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી વેપારીની શોધખોળ હાથ ધરી છે.

ચોખંડામાં આહિર યુવાને ઘઉંના ટીકડા ખાઈ લેતા મોત

ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા દિલીપ અરશીભાઈ ભાટુ (ઉ.વ. ૨૬)ના આહિર યુવાને ગત તા. ૭ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે મૃતકના પિતા અરસીભાઈ કેશુભાઈ ભાટુએ ભાણવડ પોેલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:44 pm IST)