Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જૂનાગઢના વંથલી ખાતે સુપોષણ ચિંતન સમારોહ

જૂનાગઢ જિલ્લામાં દ્યટક કક્ષાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અપાયા- મંચસ્થ મહાનુભાવોના હસ્તે થયુ સાડી વિતરણ

જૂનાગઢ તા. ૦૮: ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રીના સહિ પોષણ દેશ રોશનના આહવનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના,ઙ્ગમહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા તેમજ જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ વિતરણ માટે ઙ્કસુપોષણ ચિંતન સમારોહ  તથા સતત સેવારત રહેતી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાડી વિતરણ સમારોહને વંથલી માર્કેટીંગ યાર્ડનાં સભામંડપ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સેજાભાઇ વીરાભાઇ કરમટાએ સમારોહને દિપપ્રાગટ્ય કરી ખૂલ્લો મુકતા જણાવ્યુ હતુ કે કુપોષણઙ્ગએ પોષક તત્ત્વોનું અપર્યાપ્ત, વધારે પડતું અથવા અસમતોલ ઉપભોગ છે.ઙ્ગઆહારમાં કયાં પોષક તત્ત્વો વધારે કે ઓછા છે તેના પર આધારિત સંખ્યાબંધ પોષણ વિકૃત્ત્િ।ઓ પેદા થઇ શકે છે.આંતરીયાળ વિસ્તારની બહેનોને જાગૃત કરવાનું કામ આઇ.સી.ડી.એસ. વિભગના આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો દ્વારા કરવામાં આવે છે તે બદલ તેઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે,ઙ્ગકેન્દ્ર અને રાજય સરકાર બાળકો તંદુરસ્ત રહે તે માટે સતત કાર્યશિલ છે.

 જિલ્લામાં કોઇ બાળક કુપોષિત ન રહે તે માટે જિલ્લા પંચાયત સતત કાર્યશિલ છે. જિલ્લા પંચાયત દ્વારા સ્વભંડોળની ગ્રાન્ટમાંથી કુપોષિત બાળકોને ફલેવર્ડ દુધ પુરૂ પાડવામાં આવે છે. જેમાંથી ધણા ખરા બાળકો આજે કુપોષિતના હાસીયામાંથી બહાર આવેલા છે.જૂનાગઢ જિલ્લાનાં નવ તાલુકા અને જૂનાગઢ શહેરમાં મળીને ૧૪૧૦ રેગ્યુલર આંગણવાડી અને ૧૬ મીની આંગણવાડી મળીને ૧૪૨૬ કેન્દ્ર કાર્યરત છે. જિલ્લામાં ૧૩૭૮ આંગણવાડી વર્કર, ૧૩૧૮ હેલ્પરને  કુલ ૫૩૯૨ સાડીની ફાળવણી કરવામાં આવી છે.  

જિલ્લા પંચાયત જૂનાગઢનાં આંગળવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સેજાભાઇ કરમટા, મહિલા બાળ વિકાસ સમિતીનાં અધ્યક્ષા ઉષાબેન દ્યાડીયા, કારોબારી ચેરમેનશ્રી લાલજીભાઇ ડોબરીયા, જિલ્લા સહકારી બેંકનાં મેનેજીંગ ડીરેકટરશ્રી દિનેશભાઇ ખટારીયા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી,પ્રાંત અધીકારીરી જોષી, મામલતદારશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલ, તાલુકા વિકાસ અધીકારીશ્રી તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે વર્ષ ૨૦૧૭-૧૮ના માતા યશોદા એવોર્ડ તાલુકા દ્યટકના ૧૨ આંગણવાડી કેન્દ્રોનાં વર્કરને રૂ. ૨૧૦૦૦ તથા ૮ તેડાગર બહેનોને રૂ. ૧૧૦૦૦  લેખે કુલ રૂ. ૩૮૪૦૦૦/ના ચેકોનું વિતરણ કરવામાં આવેલ હતું.

(1:36 pm IST)