Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ચોટીલામાં વિજીલન્‍સે પકડેલ દારૂ અંગે પીઆઇ નકુમ સસ્‍પેન્‍ડ કરાતા લોકોમાં રોષ

યાત્રાધામમાં કડક અધિકારીની જરૂરીયાત લોકોની માંગ

ચોટીલા, તા. ૯: તાલુકાનાં ચોટીલા બામણબોર પોલીસ સ્‍ટેશન નિચે આવતા વિસ્‍તારમાં સ્‍ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ત્રણેક દરોડા પાડી ઇગ્‍લીશ દારૂનો મોટો જથ્‍થો પકડી પાડેલ હતો જે અંગે સ્‍થાનિક પોલીસ અધિકારીની પ્રથમ જવાબદારી ફિક્‍સ કરી ડીજીપી કક્ષાએથી સસ્‍પેન્‍ડ કરવાની કામગીરી કરાતા બામણબોર અને ચોટીલાનાં અધિકારીને સસ્‍પેન્‍ડ કરવાની કાર્યવાહી કરાતા બેડામાં ખળભળાટ મચી ગયો છે જેમા ચોટીલામાં કડક હાથે કામ લઇ શહેરને કાયદો વ્‍યવસ્‍થાની ભાન કરાવી લોકોમાં અલગ છબી ધરાવનાર પીઆઇ નકુમ નાં સસ્‍પેન્‍સન અંગે લોકોમાં દુઃખની લાગણી સાથે રોષ છવાયેલ છે.

ચોટીલાનાં નાગરીકો આ અંગે સરકારમાં લેખિત રજુઆત કરી પકડાયેલ દારૂ અંગે ન્‍યાયિક તપાસ કરવામાં આવે અને દોષિત સામે કાર્યવાહી કરાય તેવી રજુઆત સાથે કોઇ નિર્દોષ ના દંડાય તેવી રજુઆત સાથે પવિત્ર યાત્રાધામ ની છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલ વિપરિત સ્‍થિતિમાં આ પંથકને કડક પોલીસ અધિકારીની જરૂર હોવાની રજુઆત કરનાર છે.

એક તરફ ટુકા સમયમાં બે પોલીસ અધિકારીનો ભોગ લેનાર ઇગ્‍લીશ દારૂના પકડાયેલ જથ્‍થા અંગે તરેહ તરહની ચર્ચા ઉઠી છે જેમા થાણાનાં પોલીસ કર્મચારીઓ અને સંકળાયેલ ધંધાર્થીઓ અને કેટલાક રાજકીય લોકોનાં મોબાઇલ નંબર ઉપરથી લોકેશન ડેટા કઢાવવા માં આવે તો સત્‍ય બહાર આવે તેવી ચર્ચાઓએ જોર પકડેલ છે. ત્‍યારે ચોટીલા પંથકની થોડા દ્યણા અંશે સુધરેલ વર્તમાન સ્‍થિતિ સામે કડક અધિકારીની નિમણુંક નહી કરાય તો ફરી યાત્રાધામની ગરીમાને ઝાખપ લાગશે તેવો ડર લોકોમાં છવાયેલ છે.

(1:30 pm IST)