Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ચોટીલાના ખેરાણાનાં પાયાના પ્રશ્ને આંદોલન : ખેડૂત આગેવાનોની અટકાયત

ચોટીલા, તા. ૯ : ચોટીલા કોળી સમાજની ધર્મશાળા ખાતે મોટી સખ્‍યામાં તમામ સમાજના ખેડુતો એકઠા થયેલ જેઓએ માં ચામુંડા ને વંદન કરી સરકાર સમક્ષ ખેડુત લક્ષી કેટલાક મુદ્દાઓની માંગ સાથે રથયાત્રા યોજી આંદોલનના મંડાણ કરવામાં આવેલ

જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમા કંપનીઓ દ્વારા વળતર ના ચૂકવાતા કંપની સામે ફરિયાદ કરી ન્‍યાય આપવાની માંગણી કરવામાં આવેલ છે જેમાં વીમા યોજના અંતર્ગત પુરૂ વળતર, ખેત ઉત્‍પાદનના પુરા ભાવ,બળજબરી પૂર્વક કરાતું જમીન સંપાદન બંધ કરો,ખેડૂતના દીકરાને મફત શિક્ષણ અને કાયમી નોકરીનો કાયદો , આપદ્યાત કરેલ ખેડુત પરિવાર ને ૧૦ લાખ ની સહાય,સર્વોચ્‍ચ અદાલતના આદેશ મુજબ ખેડૂતના હિતમાં નિતી બનાવા, કુદરતી આપત્તિમાં પાક નુકશાન નું પુરૂ વળતર, તમામ ખેડુત ને સરકારી ખર્ચે સિંચાઈ સવલત આપવા જેવા મુદ્દાઓની માંગણી કરેલ હતી

ચોટીલા થી શરૂ થયેલ ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા ની આગેવાની નીચે આ યાત્રા રાજયના પ્રમુખ શહેરોમાં ફરી ગાંધી આશ્રમ થઈ ગાંધીનગર ખાતે પહોંચી આવેદન આપનાર હતા પરંતુ આજે ચોટીલાનાં પીપરાળી ગામે પોલીસનાં ધાડાએ ગાંધીનગર જનાર ખેડુતોના અટકાયતી પગલા ભરી ચોટીલા પોલીસે સ્‍ટેશને લઈ આવતા યાત્રા ઉપર રોક લાદી દેવામાં આવેલ છે

યાત્રા માં ઉપસ્‍થિત ખેડૂતોએ ગઇ કાલે ચોટીલા મામલતદાર ને આવેદન પાઠવી તેમનો રૂટ આગળ ધપાવેલ હતો પરંતુ પોલીસે અટકાવાતા યાત્રા ખોરંભે પડેલ હતી

ચોટીલાનાં ખેરાણા ગામેં અનેક સમસ્‍યાઓ છે જેનું નિરાકરણ નહી આવતા ડે. કલેકટરને આવેદન પાઠવી દ્યટતું કરવા માંગણી કારેલ છે

ખેરાણા ગામના સ્‍થાનિકો મોટી સંખ્‍યામાં આજે પ્રાંત અધિકારી સમક્ષ દોડી આવેલ હતા અને આવેદન પાઠવી દ્યટતું કરવાની માંગ કરી હતી

ગ્રામજનોએ જણાવેલ કે ખેરાણા અને ચોટીલા ને જોડતા રસ્‍તા ઉપર એક બેઠો પુલ છે જે ચાર વર્ષથી ધોવાઇ ગયેલ છે, ચોમાસામાં જયારે પણ વરસાદ ચાલુ હોય ત્‍યારે ખેરાણાને જોડતો એક માત્ર માંર્ગ ધોવાઈ જવાથી ગામ સંપર્ક વિહોણું બની જાય છે અને કોઇ બાજુ જવાનો રસ્‍તો રહેતો નથી જેને કારણે મોટી સમસ્‍યાઓ ઊભી થાય છે જેવી કે દવાખાનું કે કોઈપણ સમયે ઈમરજંન્‍સી કેસ, ધંધાના અર્થે અપડાઉન કરતા તેમજ રાહદારીઓ અને બહારગામ ભણતા વિધ્‍યાર્થી માટે અવરજવર નો રસ્‍તો બંધ થઈ જાય છે અને ગ્રામજનો ખૂબજ મુશ્‍કેલી માં મુકાઈ જાય છે અને નદીમાં નાછૂટકે ગામલોકોને જીવના જોખમે વહેતા પાણી માંથી પસાર થવું પડે છે જો માનવ દુર્દ્યટના બનશે ત્‍યારે તંત્ર જવાબદારી રહેશે, પાંચવડા ગામ થી ખેરાણા જવાનો રસ્‍તાની પણ ખૂબ ખરાબ હાલત છે રસ્‍તાને પણ વહેલી તકે રીપેર કરવામાં આવે તેમજ કોઝવે ઉપર બોક્‍સ વાળો પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે ,પીવાના પાણીની વિકટ સ્‍થિતિ ઉભી થઈ છે ગામમાં દ્યરે દ્યર સુધી નળ નાખવામાં આવેલા છે પણ પાણી આવતું નથી નર્મદા પાઈપ લાઈનમાં કટકીબાજ અધિકારીઓની મીઠી નજર હેઠળ મેનલાઇનમાંથી પાણી ચોરી થઈ રહી હોવાનો આક્ષેપ કરી તેના કારણે પીવાના પાણીની વિકટ પરિસ્‍થિતિ પેદા થઇ છે, માલ ઢોર ગાયુ ને પાણી પીવા ના ઠેકાણા નથી,ગામના સ્‍મશાનમાં પાણીની વ્‍યવસ્‍થા તેમજ સ્‍નાનદ્યાટ બનાવવામાં આવે તેવી પણ રજુઆત છે,

 ખેરાણા ગામની દરેક સમસ્‍યાનો તાત્‍કાલિક ઉકેલ નહીં આવે તો સમસ્‍ત ગામ આવનારી ગમે તે ચૂંટણીનો બહિષ્‍કાર કરશે અને ખેરાણા ગામ ના છુટકે આંદોલનનો માર્ગ અપનાવશે જેની જવાબદારી તંત્રવાહકોની રહેશે તેવી ચીમકી ઉચ્‍ચારેલ છે.

 

(1:29 pm IST)