Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ધ્રોલ તાલુકામાં ખેડૂતોને પાકવિમાની રકમમાં અન્યાય થતા વિરોધ રેલી યોજાઇ

૪ર ગામના સરપંચોની આગેવાની હેઠળ મામલતદારને આવેદન પાઠવ્યુ

ધ્રોલ તા.૯: ધ્રોલ તાલુકામાં ગત વર્ષે ચોમાસુ નીષ્ફળ જવાથીખેડુતોને ચુકવવામાં આવેલ પાક વિમાની રકમમાં થયેલા હળાહળ અન્યાયના અનુસંધાને ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન દ્વારા તાલુકાના બેતાલીસ ગામના સરપંચો, આગેવાનો તથા ખેડુતોની વિશાળ સંખ્યામાં  મામલતદારશ્રીને આવેદનપત્ર રજુ કરેલ.

આ પાક બાબતે સરકારરી તરફથી ખેડુતો પાસેથી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ  વિમા પહોંચ મેળવેલ અને સરકારશ્રીએ પ્રીમીમય ભરી રકમ જમા કરાવેલ હતી.

પાક વિમા યોજના અંતર્ગત સરકારશ્રી પાક કાંપણીના અખતરાઓ પણ કરવામાં આવેલ હતા. જેમાં મોટાભાગના ગામોમાં સરેરાશ કરતા ઓછુ ઉત્પાદન થયેલ હોવાનું જણાવેલ.

ખેડુતોને પાક વિમા પ્રશ્ને થયેલા અન્યાય પ્રશ્ને યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તે અંગેની તમામ જવાબદારી રાજય સરકારરીની રહેશે તેમ સરપંચ સંગઠનના પ્રમુખ મયુરસિંહ એસ. જાડેજાએ જણાવેલ છે.

(12:10 pm IST)