Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મોરબી ફેમીલી કોર્ટે પત્ની દ્વારા પતિ સામે થયેલ ભરણપોષણની અરજી રદ

મોરબી તા ૯  :  મોરબીની ફેમીલી કોર્ટેમાં મહિલા દ્વારા પતિ સામે ભરણપોષણ માટે અરજી કરવામાં આવી હતી, જે કેસમાં આજે ફેમીલી  કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા મહીલાની અરજી નામંજુર કરી છે.

મોરબીના રહેવાસી પૂર્વીબેન કિશોરભાઇ ટોળિયાએ તેના પતિ વિરલભાઇ જયંતીભાઇ પટેલ રહે. જામનગર વાળા પર ભરણપોષણ મેળવવા મોરબીની કોર્ટમાં તા. ૧૩-૦૪-૨૦૧૫ ના રોજ કેસ દાખલ કર્યો હતો, જે કેસ ચાલી જતા સામાવાળા વિરલભાઇ જયંતીભાઇ પટેલના વકીલ અશ્વિનભાઇ બડમલીયાની દલીલો અને પુરાવાને ધ્યાને લઇને સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો મોરબીની ફેમીલી કોર્ટે આપ્યો છે. મોરબી ફેમીલી કોર્ટના જજ એચ.એન. ત્રિવેદીએ અરજદાર પૂર્વીબેન  કિશોરભાઇ ટોળિયાની ભરણપોષણ મેળવવાની અરજી આજે નામંજુર કરી વિરલભાઇ પટેલના ફેવરમાં ચુકાદો આપેલ છે. આ કેસમાં સામાવાળા વિરલભાઇ જયંતીભાઇ પટેલ તરફે વકીલ અશ્વિનભાઇ બડમલીયા રોકાયેલ હતા.

(12:08 pm IST)