Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જસદણ તાલુકા કર્મચારી શરાફી સહકારી મંડળીના પ્રમુખપદે વરણી

આટકોટ તા. ૯ : જસદણ તાલુકા તલાટી કમમંત્રી મંડળના પ્રમુખની તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી જેમાં સતત છ ટર્મથી પ્રમુખ તરીકે ફરજ બજાવતા પ્રતાપભાઇ ધાધલની ફરી વખત પ્રમુખપદે બીન હરીફ વરણી કરવામાં આવી હતી.

આ મંડળીમાં હાલ ૯૦૬ સરકારી કર્મચારી સભાસદો છે અનેમંડળી ૧ર કરોડનું મુડી ભંડોળ ધરાવે છે.

પ્રતાપભાઇ આર.ધાધલ આ મંડળીનો હમેશા નિષ્પક્ષ વહીવટ ચલાવતા હોય આ મંડળીના સભાસદો પણ તેમના વહીવટથી ખુબજ ખુશીની લાગણી ધરાવે છ.ે

તેઓની આવી સુંદર કામગીરીથી અને બીનહરીફ વરણીથી શિક્ષણ સંઘના પ્રમુખ નારણભાઇ સરીયા, શાંતુભાઇ મોડા, દિનેશભાઇ ધાધલ, મનીષભાઇ ગોસાઇ, ભેસાણીયાભાઇ, મકાણીભાઇ, વિશાલભાઇ રાબા, નિલેશભાઇ દવે, હેમંત રાવલ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

(12:04 pm IST)