Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા શેષ અંગે ૭ ગણી દંડની વસુલાઇ

ગોંડલ  તા. ૯: ગોંડલ માર્કેટ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સીધી ખરીદીથી થતા જનસીઓના વેચાણ કરતા હોય છે. જયારે જનસીઓના સોદા અને તોલનું સઘન ચેકીંગ કરવામાં આવે છે. ેમજ કપાસ અને કોઇપણ નિયંત્રીત ખેત જનસીનો તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો સોદો કર્યા બાદ તોલ કરતા પહેલા ગોંડલ માર્કેટયાર્ડના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવે છે.

ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળ તેમજ વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા એ જણાવ્યા અનુસાર માર્કેટ યાર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તાર સઘન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર વેજાગામ ખાતે દલાલ કીરીટભાઇ ભીખુભાઇ રહે વિસુર પાસેથી સાત ગણો દંડ વસુલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:55 am IST)