Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ- એનસીપી અને અપક્ષ વચ્‍ચે ખેલાશે જંગ

આજે સાંજ સુધીમાં ચિત્ર સ્‍પષ્‍ટ : કોંગ્રેસની ટિકીટ ન મળવાની ખુશીમાં પૂર્વ મેયરે પેંડા વહેંચ્‍યા

જુનાગઢ, તા. ૯ : જુનાગઢ મનપાની ચૂંટણીના મતદાન આડે જુજ દિવસો બાકી રહ્યા છે ત્‍યારે આ જંગ મુખ્‍યત્‍વે ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને અપક્ષ ઉમેદવારો વચ્‍ચે ખેલાશે.

ર૧ જુલાઇએ યોજનારી મનપાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ થઇ હતી જેમાં કુલ ૧૧૩ ફોર્મ રદ થતાં હવે ૧૭પ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો દિવસ હોય જેથી સાંજ સુધીમાં ચિત્ર સ્‍પષ્‍ટ થશે.

મનપાના જંગ માટે કુલ ર૮૮ ફોર્મ ભરાયા હતા. જેની ચકાસણી દરમ્‍યાન બેથી વધુ સંતાન હોવાના કારણે, પાર્ટીએ મેન્‍ડેન્‍ટ ન આપવાના કારણે તેમજ ડમી ફોર્મ ભરવાને લઇ ૧૧૩ જેટલા ફોર્મ રદ થયા હતાં.

દરમ્‍યાનમાં આ ચંૂટણી જંગમાં ઉલ્‍ટી ગંગા જેવી બાબત ધ્‍યાને આવી છે. પૂર્વ મેયર લાખાભાઇ પરમારનું કોંગ્રેસે પતુ કાપી નાંખી ટિકીટ નહિ આપતા હલચલ મચી ગઇ હતી.

પરંતુ શ્રી પરમારે નિરાશ થવાને બદલે કોંગ્રેસની ટિકીટ નહિ મળવાની ખુશી મનાવી તેમણે સમાજને પેંડા વહેચ્‍યા હતા. તેઓએ વોર્ડ નં.૧પમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આ વખતની ચૂંટણીમાં વિજય મેળવવાનું કોઇ એક પક્ષ માટે આસાન અને સરળ રહેશે નહિ કેમ કે, ભાજપ કોંગ્રેસ, એનસીપી અને અપક્ષ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ જામશે.

 

(11:20 am IST)