Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હવે ભાવનગરમાં લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે ATM :રોગનું નિરીક્ષણ કરીને સીધી દવા જણાવશે

જિલ્લા પંચાયતમાં યૉલો હેલ્થ મશીન લવાયું : વજન, ઉંચાઈ, બીપી, ટેમ્પરેચર, સુગર, એચબી, મેલેરિયા, ડેન્ગ્યું,ટાયફોડ, ઈસીજી, કોલેસ્ટ્રોલ,જેવા ટેસ્ટ કરી શકાશે.

ભાવનગર :હવે ભાવેણાના લોકોના સ્વાસ્થ્યનું એટીએમ મશીન સારસંભાળ રાખશે જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ એટીએમનું નિરીક્ષણ કરાયું હતું આ એટીએમ લોકોની બીપી, ડાયાબીટીસ જેવા અનેક રોગનું તાત્કાલિક નિરીક્ષણ કરશે અને સીધી દવા માટે જણાવશે એટલે હવે લોકોને સીધું મશીન તપાસી લેશે. યોલો હેલ્થ મશીન વસાવવા માટે જિલ્લા પંચાયત વિચારના કરી રહ્યું છે. જો ખરીદી થશે તો રાજ્યમાં પ્રથમ ભાવનગર જીલ્લો બનશે.

   ભાવનગર જિલ્લા પંચાયતમાં જે યોલો હેલ્થ મશીન લાવવામાં આવ્યું હતું.એ લોકોની તબિયત ખરાબ હશે તો સીધું મશીન સામે રાખવાથી તેની તપાસ થશે. અને તેની દવા પણ કઈ લેવી તે જણાવશે. આ મશીન એક દિવસ માટે જિલ્લા પંચાયતામાં લાવવામાં આવ્યું હતું અને ટેસ્ટ લેવામાં આવ્યો હતો.

  યોલો હેલ્થ પેરામેડીકલ સ્ટાફ પણ ઉપયોગ કરી શકશે જેમાં વજન, ઉંચાઈ, બીપી, ટેમ્પરેચર, સુગર, એચબી, મેલેરિયા, ડેન્ગ્યું,ટાયફોડ, ઈસીજી, કોલેસ્ટ્રોલ, જેવા ટેસ્ટ કરી શકાશે. યોલો હેલ્થ મશીનમાં કોઈ પણ વ્યક્તિનો ડેટા સેવા કરી શકશે. જે મોબાઈલથી પણ તેની વિગતો નેટ મારફત મેળવી શકશે.
   આ મશીનમાં વધુ તકલીફ દર્દીને હોઈ તો ડોક્ટર સાથે લાઈવ કરી શકશે અને સલાહ પણ મેળવી શકાશે. જિલ્લા પંચાયત દ્વારા મશીન ખરીદી માટે હાલ વિચારણા ચાલી રહી છે હવે પાણી પૈસા બાદ આરોગ્ય માટેનું મશીન આવતા આરોગ્ય ક્ષેત્ર પણ સરળ થવાની સંભાવનાઓ રહી છે.
ભાવનગર જિલ્લા પંચાયત હવે હેલ્થ માટેનું એટીએમ મશીન લાવીને ફરી નવીનતા ક્ષેત્રે કશુક કરવા વિચારી રહી છે. જોકે હાલ નિરીક્ષણ પુરતું જિલ્લા પંચાયત દ્વારા ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. પણ જો વિકસાવવામાં આવશે તો જિલ્લા પંચાયત ફરી રાજ્યમાં કઈક નવીનતામાં અગ્રેસર થશે રાખશે

(9:28 pm IST)