Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મોરબીમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઇ પઢીયારે અશક્ત મહિલાને તેડીને રોડ ક્રોસ કરાવ્યો

છેલ્લા દિવસોમાં રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં ભારે વરસાદના લીધે સર્જાયેલ પુરની પરિસ્થિતિમાં પોલીસ જવાનો દ્વારા કાબીલેદાદ કામગીરી કરવામાં આવી હતી જેથી કરીને દેશના ઉપ રાષ્ટ્રપતિ સુધીના પદાધિકારીઓ દ્વારા નોંધ લેવામાં આવી હતી દરમ્યાન બે દિવસ પહેલા મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક અશક્તમહિલા રોડ ક્રોસ કરવા માટેનો પ્રયાસ કરી રહી હતી જો કે, ટ્રાફિકના કારણે તે નીકળી શકતી હતી ત્યારે તેના ઉપર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ પઢીયારની નજર પડી હતી અને તેમને અશક્તમહિલાને તેડીને રોડ ક્રોસ કરાવ્યો હતો જે ફોટો હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે

(5:26 pm IST)