Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કચ્છમાં દોઢ કરોડ વર્ષ પહેલા રણની જગ્યાએ હતુ જંગલ

જંગલ, સરોવર, ઘાસિયા મેદાનોમાં જિરાફ, ગેંડા, હાથી અને મગર હતાઃ વૈજ્ઞાનિકોનું રસપ્રદ તારણઃ જો અહીં જીઓ પાર્ક બને તો દેશ દુનિયાના પ્રવાસીઓ આવેઃ કચ્છના રાપરના પલાસવા ગામે મળેલ જીવાશ્મિઓના અભ્યાસને પગલે આંતરરાષ્ટ્રીય જર્નલમાં લેખ પ્રકાશિત, ફ્રેન્ચ, ભારતીય અને કચ્છના વૈજ્ઞાનિકોએ કરેલો સર્વે કચ્છમાં મધ્ય મિયોસીન યુગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૦૬:  આજે વિશ્વમાં સૌથી જૂની ૫ હજાર વર્ષ પહેલાંની હડપ્પન સંસ્કૃતિને કારણે કચ્છ જાણીતું છે. જોકે, દેશ અને દુનિયાના જીઓલોજીસ્ટ સંશોધકો માટે કચ્છ હમેંશા અભ્યાસનું કેન્દ્ર રહ્યું છે.

 હવે, કચ્છ ઉપરના અભ્યાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્વની નોંધ લેવાઈ છે. વિશ્વના ભૂસ્તરશાસ્ત્રીઓ (જીઓલોજીસ્ટ) માટે મહત્વના મનાતા એવા ટેયલર એન્ડ ફ્રાન્સિસ પ્રકાશનના હિસ્ટરોજીકલ બાયોલોજી જર્નલમાં કચ્છમાં આવેલા જીવાશ્મિઓ સંદર્ભે વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા અભ્યાસ અંગેનો મહત્વની માહિતી ધરાવતો લેખ પ્રકાશિત કરાયો છે.

જેમાં દેશ અને વિદેશના વૈજ્ઞાનિકોના સંશોધનાત્મક અભ્યાસના આધારે જણાવાયું છે કે, અત્યારે કચ્છમાં રણ પ્રદેશ છે ત્યાં ૧ કરોડ ૪૦ લાખ વર્ષ પૂર્વે ગાઢ જંગલો, સરોવરો, અને ઘાસિયા મેદાનો હતા. આ અભ્યાસ જાણીતા વૈજ્ઞાનિકો ફ્રાન્સના જીવાવેશશાસ્ત્રી માર્ટિન પિકફોર્ડ,ભારતના જાણીતા ભૂસ્તરશાસ્ત્રી વિવેશ કપૂર, અને કચ્છ યુનિવર્સિટીના અર્થ અને એન્વાયરમેન્ટ વિભાગના વડા ડો. મહેશ ઠકકર તેમ જ કચ્છ યુનિવર્સિટીના ડો. ગૌરવ ચૌહાણ દ્વારા કરાયો છે. 

રાપર તાલુકાના પલાસવા ગામથી ૮ કિલોમીટર દૂર રણકાંધી નજીકથી મળેલા હાડકા, દાંત અને પાંસળીઓના જીવાશ્મિઓના અભ્યાસ પરથી સતત ૮ વર્ષ સુધી અભ્યાસ કરાયા બાદ એ તારણ કઢાયું છે કે, કચ્છમાં એક સમયે મધ્ય મિયોસીન યુગ હતો, જે દરમ્યાન અહીં જંગલ, સરોવર તેમ જ ઘાસિયા મેદાનો હતા. જ્યાં જિરાફ, ગેંડા, મોટા હાથીઓ અને મોટા મગર હતા. કચ્છમાં મીઠા પાણીના સરોવર ધરાવતા લીલાછમ જંગલ હતા. અહીં પક્ષીઓ, માછલીઓ, સાપ અને મોટા મગરો હતા. ડો. મહેશ ઠક્કરના જણાવ્યાનુસાર ૨૦૦૭ દરમ્યાન તેમને પોતાના કર્મચારી પાસેથી પલાસવા ગામે જીવાશ્મિઓ અંગે માહિતી મળી હતી એટલે તેમણે ત્યાં -વાસ ખેડીને ત્યાંથી આ જીવાશ્મિઓ એકત્ર કર્યા હતા. ત્યારબાદ તેમના દ્વારા આ અંગેનું રિસર્ચ કામ શરૂ થયું હતું. આ જીવાંશ્મિઓ કેટલા વર્ષ જુના છે તે જાણવા તેમણે ભારતના તેમ જ વિશ્વના અન્ય દેશોના અનેક વૈજ્ઞાનિકોનો સંપર્ક શરૂ કર્યો. છેવટે ૮ વર્ષની મહેનત બાદ ૨૦૧૫ માં ફ્રાન્સના જીવાવેશશાસ્ત્રી માર્ટીન પિકફોર્ડ સાથે ભારતીય વૈજ્ઞાનિક વિવેશકપૂર, ડો. ગૌરવ ચૌહાણ તેમ જ ડો. મહેશ ઠકકર દ્વારા રિસર્ચ કાર્ય સંપન્ન થયું. દાંત ઉપરથી આ -ાણીઓની ઓળખ થઈ શકે છે. કચ્છમાં અત્યાર સુધી દરિયાઈ -ાણીઓના અવશેષો મળતા હતા પણ -થમ જ વાર જમીની સસ્તન જીવોના અવશેષો મળ્યા છે. પેલીયોનોલોજીસ્ટ ડો. જીવીઆર -સાદે આ શોધને મહત્વની ગણાવી છે. તેમના મંતવ્ય -માણે કચ્છમાં સસ્તન જીવાશ્મિઓનો ખજાનો હોવાનું સંભવ છે. કચ્છ એ પાકિસ્તાનથી નેપાળ સુધીની શિવાલિક હારમાળાને જોડતી કડી હોઈ શકે છે. સંશોધન કરાયેલા જીવાશ્મિઓ અત્યારે કચ્છ યુનિવર્સિટીમાં છે. જોકે, સંશોધન દરમ્યાન એ પણ ધ્યાને આવ્યું છે કે, આજે જ્યાં સુકુ રણ છે તે કચ્છ જિલ્લામાં એક સમયે સમુદ્રી ટાપુઓ હતા, અત્યારનું રાપરનું બેલા ગામ છે ત્યાં ભૂતકાળમાં ટાપુ હતો. કચ્છ એ દરિયા કાંઠાનો વિસ્તાર હતો. આ અભ્યાસ કરનારા કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓ ડો. મહેશ ઠકકરેે અહીં જીઓ પાર્ક બને તેવી લાગણી વ્યકત કરી છે.

(3:56 pm IST)