Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રામપર ગામનું તળાવ બીજી વખત ફાટ્યું: ગામમાં પાણી ઘુસ્યા

અઠવાડિયા પહેલાં જ તળાવ ફાટયા બાદ બોરી બંધ બાંધ્યો હતો.

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે રામપર ગામનું તળાવ બીજી વખત ફાટ્યું છે. તંત્ર દ્વારા અઠવાડિયા પહેલાં જ તળાવ ફાટયા બાદ બોરી બંધ બાંધ્યો હતો. ભારે વરસાદના પગલે બોરી બંધ તૂટ્યો છે. જો કે તળાવ ફાટતાં પાણી ગામમાં ઘૂસી ગયા છે. જો કે તંત્રને રજૂઆત કરવા છતાં કામ ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.

(1:48 pm IST)