Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કચ્છમાં ભડકાઉ ભાષણના કેસમાં વોન્ટેડ સીમી ના સભ્યને યુપીના આઝમગઢમાંથી ઝડપી પાડતી ભુજ પોલીસ

ભૂજ, તા. ૬: કચ્છમાં ભડકાઉ ભાષણના કેસમાં ફરાર સીમીના સભ્યની પોલીસે યુપી થી ધરપકડ કરી છે. જોકે, આરોપી સામે ગુનો વર્ષ ૨૦૦૧માં નોંધાયો હતો.

ભુજ પોલીસે યુપીના આઝમગઢ જિલ્લાના મનચોભા શહેર માંથી ડો. શાહી બદ્ર ની ધરપકડ કરી હતી. કટ્ટરપંથી મુસ્લિમ સંસ્થા સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા 'સીમી' ઉપર સરકારે પ્રતિબંધ મૂકયો હતો જે હટાવી લેવાયા બાદ, સુપ્રિમકોર્ટ દ્વારા વર્ષ ૨૦૦૮ માં સીમી ઉપર પ્રતિબંધ લદાયો છે.

વર્ષ ૨૦૦૧ દરમ્યાન ડો. શાહી બદ્ર કચ્છના પ્રવાસે આવ્યો હતો, ત્યારે તેના ઉપર પોલીસની નજર પણ હતી. પોતાના પ્રવાસ દરમ્યાન ભુજમાં ઉશ્કેરણીજનક ભડકાઉ ભાષણ કરવાનો ગુનો ભુજ પોલીસે નોંધ્યો હતો.

અત્યારે યુપીના મનચોભા શહેરમાં યુનાની તબીબી પ્રેકિટસ કરનાર ડો. શાહી બદ્ર કટ્ટરપંથી પ્રવૃત્ત્િ। સાથે સંકળાયેલો હોવાનુ મનાય છે. ભુજ એ ડિવિઝન પોલીસે તેને યુપીમાં કોર્ટમાં રજૂ કરીને તેને ભુજ લઈ આવવાની કાર્યવાહી હાથ ધરી છે.

(1:38 pm IST)