Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જુનાગઢમાં કંડકટરને મારમારી અજાણ્યો શખ્સ ટિકીટ કાપવાનું મશીન લઇ ગયો

જુનાગઢ,તા.૬: જુનાગઢમાં કંડકટરને મારમારી અજાણ્યો શખ્સ ટિકીટ કાપવાનું મશીન લઇને નાસી ચકચાર પ્રસરી ગઇ છે.

આ બનાવની વિગતો એવી છે કે એસ.ટી.માં કંડકટર બજાવતા ગોપાલભાઇ વરજીંગભાઇ બારડ ગઇ કાલે ફરજ પર હતા ત્યારે જુનાગઢમાં મોતીબાગ સ્ટોપ બસ ઉભી રાખતા એક અજાણ્યા શખ્સે ગોપાલભાઇ ઢીકાપાટુનો માર માર્યો હતો.

બાદમાં અજાણ્યો ઇસમ કંડકટર બારડ પાસેથી રૂ.૭ હજારની કિંમતનું મશીન આંચકી લઇ રીક્ષામાં બેસીને નાસી ગયોહતો.

આ અંગે બી ડીવીઝન પોલીસે ગોપાલ બારડની ફરિયાદ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

(1:22 pm IST)