Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

બામણસાની સાબલી નદીમાં ગરક થયેલા યુવાનનો મહામહેનતે મળ્યો મૃતદેહ

જુનાગઢ,તા.૬: બામણસની સાબલી નદીમાં ગરક થયેલા યુવતીનો મૃતદેહ મહામહેનતે હાથ લાગતા ગમગીમી વ્યાપી ગઇ હતી.

કેશોદના બામપસા ધેડ ખાતે સાબલી નદીમાં પુલ પરથી કેસુરભાઇ ભીખાભાઇ કરંગીયા (ઉવ.૩૭)નામનો યુવાન પગ લપસી જતા ગઇ કાલે નદીમાં તણાયો હતો.

આ અંગેની જાણ થતાં કેશોદ ઉપરાંત માણાવદર અને જુનાગઢ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

દરમ્યાનમાં વહેલી સવારે કેસુરભાઇનાં મૃતદેહ જ હાથ લાગતા ગમગીમી પ્રસરી ગઇ હતી. પોલીસે લાશને પોસમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:22 pm IST)