Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કોડીનારના પીપળી ગામનો નિલેષ વાળા ઝડપાયો : ત્રણ બાઇક ચોર્યાની કબુલાત

જુનાગઢ, તા. ૬ : રેન્જ વડાશ્રી સુભાષ ત્રિવેદી તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી, ગીર સમોનાથ જીલ્લા વિસ્તારમાં બનતા મોટર સાયકલ ચોરીના બનતા બનાવો અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સખ્ત સુચના આપેલ હોય જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી કે.જે. ચૌહાણ, એસ.એસ.આઇ એમ.જે. વરૂ, એમ.બી. શામળા, વુમન એ.એસ.આઇ. લતાબેન પરમાર, પો.હેડ કોન્સ. અજીતસિંહ પરમાર, શૈલેષભાઇ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, લલીતભાઇ ચુડાસમા, ભાવસિંહ સીસોદીયા, કીર્તીભાઇ, ભુપેન્દ્રસિંહ ચાવડા, જગતસિંહ પરમાર, પો.કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ, ઉદયસિંહ સોલંકી, દેવીબેન રામ, વિરાભાઇ ચાંડેરા, ડ્રા.એ.એસ.આઇ. પરબતભાઇ સોલંકી પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન નિલેષભાઇ નારણભાઇ વાળા કારડીયા રાજપૂત ઉ.વ.રર રહે. પીપળી તા. કોડીનાર વાળાને શક પડતા મો.સા. સાથે પકડી પાડી પૂછપરછ કરતા મો.સા. ચોરીના ગુનાની કબુલાત આપેલ છે.

(૧) હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના એન્જીન નંબર જોતા એચએ-૧૦-ઇ જેડી-ર૮૮૩૯ તથા ચેસીસ નં. એમબીએલએચએ ૧૦ એએમડીએસબી ૪૦૬૮૮ જે બાબતે વેરાવળ સીટી પો. સ્ટ.ે ગુ. નં. ૮૮/૧૯ આઇ. પી. સી. ક. ૩૭૯ વિ. મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ થયેલ છે.

(ર) હંક મો. સા. જેના એન્જીન નં. કેસી-૧૩ ઇઇબીજીસી-૦ર૧પ૦ તથા ચેસીસ નંબર એમબીએલકેસી-૧૩ ઇએફબીજીસી ૦૦પ૮૧ પો. સ્ટે. કોડીનાર પો. સ્ટે. ગુ. ર. નં. ૧પર/૧૯ આઇ. પી. સી. ક. ૩૭૯ વિ. મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ થયેલ છે.

(૩) મો. સા. સ્પ્લેન્ડર પ્લસ એન્જીન નંબર એચએ-૧૦-એજીએચજે-૩ર૩૦૩ તથા ચેસીસ નંબર એમબીએલએચજીઆર ૦૭-એકસએચએચજે-૩૭૯૮૦ જે બાબતે  કોડીનાર પો. સ્ટે. ગુ. ર. નં. ફ. ૧પ૪-૧૯ આઇ. પી. સી. ક. ૩૭૯ વિ. મુજબનો અનડીટેક ગુનો ડીટેકટ થયેલ છે.

(1:21 pm IST)