Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સુરેન્‍દ્રનગર-વેળાવદર બસને વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ

વઢવાણ, તા.૬: સુરેન્‍દ્રનગર જિલ્લા ના ખોડું પાસે છાત્રો દ્વારા ST ની બસોને અટકાવી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા આ આંદોલનને પગલે પ્રવાસીઓને તથા અહીંથી પસાર થતા વાહનચાલકો પણ હેરાન થયા હતાં. છાત્રોને સુરેન્‍દ્રનગર સાળા કોલેજો તથા અન્‍ય જગ્‍યાએ જવા માટે પડતી તકલીફને કારણે વિદ્યાર્થીઓને ગાંધી ચિંઘ્‍યા માર્ગે જવું પડયું હતુ.

આજે સવારથી જ છાત્રોએ વેળાવદર સુરેન્‍દ્રનગર બસ ખોડું પાસેથી પસાર થતી અને સુરેન્‍દ્રનગર તરફની ST બસ ને રોકી દીધી હતી. ત્‍યારે સુરેન્‍દ્રનગર ખોડું ના વિધાર્થીઓ નો પ્રશ્ન છે કે વેળાવદર થી બસ પેક થઈ ને આવે છે ખોડું પહોંચે તે પહેલાં બસ ભરાઈ જાય છે ત્‍યારે આમરે ઉભા રહીને સુરેન્‍દ્રનગર સુધી આવવું પડે છે..

ત્‍યારે તતાકાલિક નવી ખોડું સુરેન્‍દ્રનગર બસ મુકવા માગ કરવા માં આવી હતી અને નહીં સ્‍વીકાર કરવામાં આવે તો આજે વેળાવદર બસ સુરેન્‍દ્રનગર નહીં જાય ત્‍યારે જિલ્લાના ડેપો મેનેજર જાગી ઉઠયા અને તાત્‍કાલીક ખોડું નવી બસ રવાના કરવામાં આવતા મામલો શાંત પાડયો હતો..

(1:15 pm IST)