Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

હિરણનદીમાં ચોમાસામાં પ્રથમવાર ઘોડાપુર આવતા લોકો જોવા ઉમટયા

ત્રિવેણી સંગમમાં પણ પાણી ફરી વળતા કબુતરો પણ ઉત્સાહીત જોવા મળ્યા

પ્રભાસ પાટણ તા.૬: હિરણ નદીમાં ચોમાસાનું પ્રથમ ઘોડાપુર આવતાં લોકોમાં આનંદ જોવા મળેલ હતો. હિરણનદી ઉપર બે મોટા ડેમ રાખેલ છે. હિરણ-૧ અને હિરણ-ર પરંતુ હિરણ નદી ગીર વિસ્તારમાંથી આવે છે અને આ નદીમાં ગીર વિસ્તારનું પાણી આવે છે. તે હિરણ-ર ડેમમાં રોકાય જાય છે અને હિરણ-ર ડેમ ભરાયા બાદ વધુ પાણી આવતા હિરણ-ર ડેમનાં ત્રણ દરવાજા એક-એક ફુટ ખોલતા નદીમાં ઘોડાપુર આવેલ છે. વેરાવળ વિસ્તારમાં જયારે હિરણ નદીમાં ઘોડાપુર આવે ત્યારે પુરતો વરસાદ થયેલ છે તેવું લોકોનું માનવું છે.ભાદરવામાં હિરણમાં ઘોડાપુર આવતાની સાથે લોકોમાં આનંદ જોવા મળે છે. આ નદી પુર આવવાથી અનેક ગામોનાં પાણીના તળ ઉંચા આવશે તેમજ નદી કિનારાના ખેડુતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહેશે. આ નદીમાં પાણી આવતા કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાં હિરણના નીચા પુલ ઉપરથી પાણીનો મોટો પ્રવાહ દરિયામાં જતો જોવા માટે લોકોના ટોળા જોવા મળેલ હતા. આ ઘોડાપુરના પાણી ત્રિવેણી સંગમ ઘાટ ઉપર ફરી વળતા સંગમ ઉપર ચબુતરામાં ચણતા કબુતરો પણ ઉત્સાહિત થઇને ઉડવા લાગ્યા હતા.

(12:25 pm IST)