Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

શ્રીરામ સામે હનુમાન ચાલીસા, શ્રી હનુમાનજી સામે રામાયણના પાઠ કરોઃ પૂ.રમેશભાઇ ઓઝા

ગોંડલના શ્રીરામજી મંદિરે પૂ. હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહનો ત્રીજો દિવસ

ગોંડલ, તા.૫: ગોંડલમાં શ્રી રામ હોસ્પિટલના ઉપક્રમે સરદાર પટેલ શ્રી રામજી મંદિર ખાતે શરૂ થયેલ ભાગવત સપ્તાહના બીજા દિવસે ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ભકત, ભકિત અને ધર્મ વિશે કથાનું રસપાન કરાવ્યું હતું. આજે કથાનો ત્રીજો દિવસ છે.

કથા સ્થળે નિયત કાર્યક્રમ મુજબ કથા પ્રારંભ પહેલા ૧૦૦ થી વધુ યજમાનોને પૂજન અર્ચન કરાવાયુંઙ્ગ હતું. હનુમાન ચાલીસાના પાઠ સાથે થયેલ બીજા દિવસની ભાગવત સપ્તાહ દરમિયાન પુજારા પરિવાર ઉપરાંત પાસેથી કટારિયાસાહેબ, અમુભાઈ, પ્રહલાદભાઈ,ઙ્ગ સતિષભાઈ તન્ના,ઙ્ગ ઙ્ગદીપકભાઈ ચોટાઈ, પ્રવીણ ભાઈ વસાણી વિગેરે દ્વારા પરમ પૂજય હરિચરણદાસજીબાપુ અને પૂજય ભાઇશ્રીને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. રમેશભાઈ જણાવ્યું હતું કેઙ્ગ હનુમાન ચાલીસા ગાવી હોય તો રામજી સામે અને શ્રી રામાયણના પાઠ ભજવા હોય તોઙ્ગ હનુમાનજી સામે ભજો તો લેખે લાગે.

ઙ્ગકથાનું રસપાન આગળ ધપાવતા પૂજય ભાઇ શ્રી જણાવેલ કે ભાગવત કથા એ ભગવાનના ભકતની કથા છે. અવતારને લીધે ધર્મ સમજાય છે. ધર્મ પોથીના પાનામાં નથી પરંતુ મહાભારતના ચરિત્રમાં છે. સંત નો આશરો લેનાર ભાગ્યશાળી હોય છે.ઙ્ગ સંતોના સત્સંગ જેવું શ્રેષ્ઠ સુખ કોઈ નથી. મતલબ કે સત્સંગના સુખની બરાબરી કરી શકે તેવું સંસારનું કોઈ સુખ નથી.

ધર્મ સંતોના ચરિત્રમાં નાચતો દેખાય છે,ઙ્ગ સાંપ્રત યુગમાં સંતનું સ્થાન ઉચ્ચુ મનાય છે. ભગવાનની કથા પ્રધાન હોત તો ભગવત કથા કહેવાત પરંતુ આ ભાગવત કથા છે જેમાં સ્વયં ભગવાન વકતા છે.

ઙ્ગપૂજય ભાઈશ્રી એવું પણ જણાવ્યું હતું કે હનુમાનજી રામકથાના રસીયા છે અને વકતા પણ છે.ઙ્ગ ભગવાન વિષ્ણુ સ્તુતિ પ્રિય છે. વખાણ જેવી ગળી વસ્તુ વિશ્વમાં કોઈ નથી. સ્તુતિ સ્નેહથી થાય તો સ્તુતિ ગણાય, અને સ્વાર્થભરી થાય તો પાપ ગણાય.

ઙ્ગપૂજયની પૂજા થવી જોઈએ પરંતુ જો અપૂજયની પૂજા કરવામાં આવે તો દુર્જનની દુર્જનતાનો ભોગ બનવું પડે છે.ઙ્ગ જે દેશનું ઇન્ફ્રાસ્ટ્રકચરઙ્ગ મજબૂત હોય હોય તે દેશની સતત પ્રગતિ થાય છે.ઙ્ગ સંપ્રદાયો રસ્તા જેવા છે જે લક્ષ્ય સુધી પહોંચાડે છે.ઙ્ગ હિંદુ જેવી શાંત ઉદાર પ્રજા વિશ્વમાં કયાંય નથી.

ભાગવત પાંચ વસ્તુ નું બનેલું હોવાનું જણાવતા પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એ જણાવેલ કે ભાગવતમાં ચરિત્ર, રૂપક, ઉપદેશ, ગીત અને સ્તુતિનો સમાવેશ થાય છે.ઙ્ગ માર્મિક ટકોર કરતા તેઓએ જણાવેલ કે આજના લોકો જમતા નથી પણ પેટ ભરે છે,ઙ્ગ ટિફિન ભરતા હોય તેમ પેટ ભરે છે સ્નાન કરતા નથી પણ શરીર પલાળે છે.

ભોજનની મહત્વતા સમજાવતા ભાઈશ્રી જણાવેલ કે ભોજન ભજનના ભાવથી કરો,ઙ્ગ ભજન ભોજનની જેમ કરો,ઙ્ગ જીવવા માટે જમવાનું છે,ઙ્ગ જમવા માટે જીવવાનું નથી. અન્ન બ્રહ્મ છે. ભાઈશ્રીએ જણાવેલ કે, જીભરૂપી યશોદામાતાને,ઙ્ગ દાંતરૂપી ગોપીઓ વચ્ચે કોળિયો(લાલો)ને લાડ લડાવો તો જીવન ધન્ય થઈ જાય..

પૂ.રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન 'હું ખાતો નથી, અને ખાવા દેતો નથી' તેવી વાત દ્વારા દેશમાંથી ભષ્ટ્રાચાર બંધ કરવા કેટલું મથે છે, મહેનત કરે છે પણ સરકારી તંત્રોના કર્મચારીઓ કેમેય કરીને સમજતા જ નથી. તેઓએ વ્યંગાત્મક ભાવિકોને પ્રશ્ન પુંછયો હતો કે  છે કોઈ એવું ખાતું, જયા કોઈ ખાતું ના હોય ?

ગોરધનભાઈ માળવાળાએઙ્ગ પોતાના હાથે બનાવેલી તુલસીની માળા પૂજય ભાઈશ્રી અને પૂજય બાપુને અર્પણ કરી હતી. વિશેષ આનંદની વાત એ છે કે ગોરધનભાઈએઙ્ગ પોતાનું જીવન તુલસી માતાની સેવામાં અર્પણ કરી દીધું છે. એમણે પોતાને ત્યાં ખેતરની અંદર તુલસીનું વન બનાવ્યું છે.

(12:18 pm IST)