Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મોટી પાનેલીમાં ધનાધન એક કલાકમાં સાડા ત્રણ ઇંચ છતાં જીવાદોરી સમાન ડેમ ત્રણ વર્ષ થી હજુ ખાલીખમ

મોટી પાનેલી,તા.૬: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં  મેઘરાજા એ બપોરે ત્રણ વાગે એન્ટ્રી કરતા ધુંવાધાર વરસી પડ્યા હતા એક કલાક સતત વરસાદ વરસતા અંદાજે સાડા ત્રણ ઇંચ જેવો વરસાદ પડી ગયેલ, ગુજરાત મા ચારેબાજુ જયારે વરસાદ ની રેલમ છેલ છે.

ત્યારે પાનેલીમાં સાવ ઓછો વરસાદ પડેલ.આજે મેઘરાજા એ સત્વરે એન્ટ્રી આપતાં ખેડૂતોના હૈયે હરખની હેલી ઉપડી છે મુરઝાતા મોલમાં જીવમાં જીવ આવશે. તેમ છતાં મોટી પાનેલી તેમજ ઉપરના ખારચીયા, રબારીકા, ભાયાવદર,કોલકી ના ખેડૂતો ને લાગુ પડતા પાનેલીના ડેમમા હજુ નહિવત પાણીની આવક છે, ડેમ સાવ ખાલીખમ છે છેલ્લા ત્રણ વર્ષથી ડેમમાં પાણીની આવક નથી થઇ જેનેલીધે છેલ્લા ત્રણ વર્ષથી પાનેલી દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે પીવાનું પાણી માટે પણ ભારે મુશ્કેલી પ્રજા વેઠી રહી હતી, ગામ લોકોની તીવ્ર માંગ છે કે જો આ વર્ષે પણ ડેમ ન ભરાય તો નર્મદાના નિરથી પાનેલીનો ડેમ સરકાર ભરી આપે.જેથી કરી પાનેલી તેમજ ઉપરના બીજા ગામોને પણ પિયતના પાણીનો લાભ મળી રહે. હાલતો આજે સારો એવો વરસાદ પડતા લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળેલ છે.પરંતુ હજુ ડેમ ભરવાની આશા લઈને ગામલોકો આભ સામે તાકી રહ્યા છે.

(12:09 pm IST)