Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ભાયાવદરના ખારચીયા વિજ સબસ્‍ટેશનના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હૂમલો

વાડીમાં છેડો રીપેર કરવો છે, ફિડર બંધ કરો તેમ કહી તૂટી પડયો : લોધીકાના ઢોલરા ગામે મગફળી વેચાણ પ્રશ્ને દિપક પટેલને ૩ શખ્‍સોએ મારમાર્યો

રાજકોટ, તા. ૧૩ :  ભાયાવદરના ખારચીયા વિજ સબસ્‍ટેશનના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હુમલો થતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાયવદરના ખારચીયા વિજ સબસ્‍ટેશનમાં સ્‍વિચ બોર્ડ ઓપરેટર તરીકે નોકરી કરતા હરેશભાઇ ભીમજીભાઇ કાતરીયા રે. ઉપલેટાએ જાર ગામના કરશનભાઇ હુંબલ સામે ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી કરશને વિજ સબસ્‍ટેશનના કન્‍ટ્રોલ રૂપના મોબાઇલ પર ફોન કરી જણાવેલ કે, મારે વાડીએ છેડો રીપેર કરવો છે તમે જાર ફિડર બંધ કરી દો. જેથી ફરીયાદી હરેશભાઇએ ભાયાવદર ઓફિસનો સંપર્ક કરવાનું કહેતા કરશને ઉશ્‍કેરાઇ જઇ ત્‍યાં જ રહેજો તેમ કહી ત્‍યાં લાકડીનો ગેડો લઇને ઘસી જઇ ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરી હુમલો કર્યો હતો.

આ ફરીયાદ અન્‍વયે ભાયાવદર પોલીસે કરશન હુંબલ રે. જાર સામે આઇ.પી.સી. ૩૩ર, ૩ર૩, ૪૪૭, પ૦૪ મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ એ.એસ.આઇ. એમ. એમ. મગરા ચલાવી રહ્યા છે.

બીજા બનાવમાં મગફળી વેચાણ બાબતે થયેલ ઝઘડામા લોધીકામાં ઢોલરા ગામે રહેતા દિપકભાઇ ગાંડુભાઇ પુંજાણી (પટેલ) પટેલ પાનની દુકાને ઉભા હતા ત્‍યારે તે જ ગામના કિરીટ બાબુભાઇ માટીયા, હરેશ બાબુભાઇ માટીયા તથા રતા જીવાભાઇ માટીયાએ કડાથી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે ઉકત ત્રણેય શખ્‍સો સામે ફરીયાદ થતા શાપર-વેરાવળના પી.એસ.આઇ. એ.એ. ખોખરે તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)