Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જામકંડોરણામાં ધોધમાર બે ઇંચ વરસાદઃ ફોફળ ડેમ ઓવરફલો થવાની તૈયારી

નીચાણવાળા વિસ્‍તારના ગામોને એલર્ટ કરાયા

જામકંડોરણામાં તા. ૬: ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સાંજના ૬-૩૦ કલાક સુધીમાં બે કલાકમાં પ૧ મી.મી. (બે ઇંચ) વરસાદ પડયો હતો આ સાથે મોસમનો કુલ વરસાદ પ૦પ મી.મી. થયેલ છે. આ વરસાદથી રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળ્‍યા હતા. ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જામકંડોરણા શહેર તથા તાલુકા અને ધોરાજીને પીવાનું પાણી પુરૂં પાડતા ફોફળ ડેમ પીંચોતેર ટકા ભરાયેલ હતો જયારે પચ્‍ચીસ ટકા આ ડેમ ખાલી હતો જામકંડોરણા પંથકમાં તથા ઉપરવાસમાં આ સારા વરસાદને લીધે જામકંડોરણાના ફોફળ ડેમમાં ગત રાત્રીથી આજે સવાર સુધીમાં ત્રણ ફુટ પાણીની આવક થતાં આજે સવારે ડેમની સપાટી રપ.પ૦ ફુટ થતાં આ ડેમ સંપૂર્ણ ભરાઇ ગયો છે અને ઓવરફલો થવાની તૈયારી છે. જામકંડોરણા મામલતદાર એચ. આર. અપારનાથીએ ડેમના નીચાણવાળા ગામો નાના દુધીવદર, ઇશ્‍વરીયા, તરવડા ગામોને એલર્ટ કરવામાં આવેલ છે.

(11:43 am IST)