Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ભાવનગરમાં યુવાનનું અપહરણ કરી જતા શખ્શોની કાર પલટી ગઈ : અપહૃત યુગલ છટકીને ભાગી ગયો

યુવકે ગ્રામજનોને હકીકત જણાવી : લોકોએ જાણ કરતા પોલીસે અપહરણકારોને ઝડપી લીધા

ભાવનગર : ભાવનગરના ઘોઘા ખાતે અપહરણ થયેલા યુવાનને અકસ્માત નડ્યો છે. જેમાં તે યુવક અપહરણકારોના હાથમાંથી ભાગવામાં સફળ થયો છે.

  આ અંગે મળતી વિગત મુજબ ઘોઘાના પીથલપુરથી કુકડ જવાના રસ્તા પાસે કારમાં આવેલા ત્રણ શખ્સોએ એક યુવાનનું અપહરણ કર્યુ હતુ. જોકે જે કારમાં લઈ જવામા આવતા હતા. તે કારે પલટી મારી હતી. અકસ્માતની ઘટના બાદ અપહરણ થયેલો યુવાન ભાગી ગયો હતો. અને સ્થાનિક ગ્રામજનોને વીતક  જણાવી હતી. ગામલોકો દ્વારા  આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે અપહરણકારોને ઝડપી લીધા છે. સમગ્ર ઘટનાને લઈને ઘોઘા પોલીસ સ્ટેશને લોકોના ટોળા એકઠા થયા હતા.

(10:59 am IST)