Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

હળવદમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ છાત્રોએ એક દિવસ શિક્ષક તરીકેનો અનુભવ મેળવ્યો

હળવદઃડો.સર્વપલ્લી રાધાકૃષ્ન જન્મદિવસની સ્મૃતિરૂપે દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હળવદમાં પણ અનેકવિધ શાળાઓમાં શિક્ષક દિને ઉત્સાહભેર ભાગ લઈને શિક્ષક તરીકેનો એક અનુભવ મેળવ્યો હતો શિક્ષક તરીકે કેવી ભૂમિકા હોય કેવું કાર્ય હોય છે વિદ્યાર્થી પ્રત્યે શિક્ષકની કેવી હોય નિષ્ઠા હોય શિક્ષક કેવો હોવો જોઈએ શિક્ષક સમાજનો પથદર્શક શા માટે ગણાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ છાત્રોએ મેળવ્યો હતો હળવદની બ્રિલિયન્ટ સ્કૂલ, વિવેકાનંદ વિદ્યાલય , સદભાવના સ્કૂલ , એલ એન મહેતા ગર્લ્સ હાઇસ્કુલ, મહર્ષિ વિદ્યાલય સહિતની અનેકવિધ શાળાઓમાં આ જે શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહ ભેર કરી હતી જેમાં મોટી સંખ્યામાં છાત્રોએ શિક્ષક તરીકે કાર્ય ભાર સંભાળ્યા હતા અને એક દિવસ શિક્ષક બનીને શિક્ષક તરીકે નો પ્રત્યક્ષ અનુભવ છાત્રોએ મેળવ્યો હતો (તસવીર હરીશ રબારી.હળવદ)(૨૨.૩)

(10:31 am IST)