Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સોમનાથ મહાદેવના શ્રાવણ માસમાં ૪ કરોડ ભાવિકોએ સોશિયલ મિડીયા માધ્યમથી દર્શન કરી ધન્ય બન્યા

મુંબઇના ૬.પ૩ લાખ, પાકિસ્‍તાનથી ૧૩,૩૪૦ ભકતોએ લીધો લાભ

પ્રભાસપાટણ તા.૬ : ડીઝીટલ યુગમાં સોશ્યલ મીડીયા નુ એક આગવુ પ્રદાન રહેલુ છે,શ્રાવણ પર્યન્ત સોમનાથ મહાદેવ છવાયા સોશ્યલ મીડીયામાં,શ્રાવણ દરમ્યાન વિશેષ શૃંગારના ફોટોગ્રાફ્સ-આરતીના કલીપીંગ્સ ફેસબુક,ટ્વીટર,ઇન્સ્ટાગ્રામ,હેલ્લો એપ વિગેરે પર નિયમીત રીતે શ્રી સોમનાથ ટ્રસ્ટની સોશ્યલ ટીમ દ્વારા મુકવામાં આવતા હતા.ફેસબુકમાંવર્ષ-૨૦૧૮માં૧.૪૦ (એક કરોડ ચાલીસ લાખ)દેશ-વિદેશનાભકતોએ ડિઝીટલ દર્શનનો લ્હાવો લીદ્યો હતો,આ વર્ષે૨૦૧૯માં૪.૦૭ કરોડરેકોર્ડ બ્રેક શ્રધ્ધાળુઓએ દર્શન કરેલ છે. ભકતોના માનવ સમુદાયમાંતો અમેરીકા યુનાઇટેડ સ્ટેટમાં ૮૬,૦૦૨-નેપાળમાં ૭૭,૨૫૦-આરબ અમીરાતમાં ૫૪,૭૭૨-કેનેડામાં ૨૫,૭૯૪-સાઉદી અરેબીયામાં ૪૦,૮૪૦-ઓસ્ટ્રેલીયામાં ૧૯,૮૨૩-પાકિસ્તાનમાં ૧૩,૩૪૦,કેપીટલ શહેરોમાંના ભકતોની સંખ્યા જોઇએ તો દિલ્હીમાં ૧૦.૭૨ લાખ,અમદાવાદ માંથી ૬.૯૭ લાખ,મુંબઇ ૬.૫૩ લાખ,સુરત માં ૬.૧૨ લાખ,ક્રમશ ભકતોએ જોડાઇ સોશ્યલ મીડીયામાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરાવ્યો.ડિઝીટલ સેવાના માધ્યમથી ટ્રસ્ટના સોશ્યલમીડીયાના માધ્યમો દ્વારા શ્રાવણ માસ દરમ્યાન ૪૬ દેશોમાં ૪.૦૭ કરોડ ભકતોએ ભગવાન સોમનાથના દર્શનકર્યા તેમજ શ્રાવણના વિશેષ શૃંગારના અભિનંદન પાઠવ્યા.

ટ્વીટરમાં તોવર્ષ-૨૦૧૮માં ૪.૮૭ લાખ પ્રભાવીત(ઇમ્પ્રેસ)થયા હતા.જેવર્ષ-૨૦૧૯માં ૨૨.૬૨ લાખ થયા છે.ઇન્સ્ટાગ્રામ માંવર્ષ-૨૦૧૮માં૩૦૦૦૦ભકતોએ શ્રાવણ દરમ્યાન દર્શન કરેલ જેવર્ષ-૨૦૧૯માં૩૬.૬૬લાખથયા છે. હાલમાં જહેલ્લોએપજે હાલમાં ખુબ પ્રચલીત થયેલ હોય તેમાં પણ શ્રાવણ દરમ્યાન૧૧.૦૫ લાખભકતોએ સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધો હતો.

(12:26 pm IST)