Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મોરબી કલેકટરનો ચાર્જ સંભાળતા જે. બી. પટેલ

મોરબી, તા. ૬:રાજય સરકાર દ્વારા આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી તેમાં મોરબી કલેકટર તરીકે તાપીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા જે. બી. પટેલને મોરબી કલેકટર તરીકે નિયુકિત અપાઇ છે.

મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વતની જે.બી. પટેલ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે એમ.એસ.સી. જીયોલોજીમાં અભ્યાસ કરેલ છે. ૧૯૯૩ની બેચના અધિકારી રાજય સરકારમાં વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી અને છેલ્લે તાપી જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવેલ હોવાનું એક મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું.

મોરબી જિલ્લા કલેકટર તરીકે નિયુકત થતાં તેઓએ પોતાનો ચાર્જ સંભાળી લીધેલ છે. કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરીને જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી હતી. આ તકે અધિકારીઓને જિલ્લાના છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો પહોંચાડવા પર ભાર મુકયો હતો.(૨૨.૪)

(10:34 am IST)